Abtak Media Google News

નગરસેવકોને મળતી ગ્રાન્ટ પૈકી ૨૫ ટકા રકમનો ઉપયોગ ડસ્ટબીન ખરીદવા માટે કરવા મ્યુનિ.કમિશનરનો પરીપત્ર

ભીનો અને સુકો કચરો અલગ અલગ ડસ્ટબીનમાં રાખવા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો આગામી પાંચમી જૂની અમલવારી ઈ રહી છે. ત્યારે મહાપાલિકાના નગરસેવકો ટ્રી ગાર્ડની માફક પોતાની ગ્રાન્ટમાંી લોકોને ડસ્ટબીન પણ આપી શકશે. હાલ મળતી ગ્રાન્ટ પૈકી ૨૫ ટકા રકમનો ઉપયોગ ડસ્ટબીનની ખરીદી કરવા માટે કરી શકાશે. જે માટે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ પરીપત્ર પ્રસિધ્ધ કરી દીધો છે.

શહેરના રહેણાંક વિસ્તારોમાં ભીના અને સુકા કચરાના એકત્રીકરણ માટે લીલા કલરની અને બ્લુ કલરની ડસ્ટબીન રાખવામાં આવશે. જયારે માર્કેટ એરીયામાં જોખમી કચરા માટે લાલ કલરની અને ઈલેકટ્રોનીકસ વેસ્ટ માટે કાળા કલરની ડસ્ટબીન રાખવામાં આવશે. વર્ષોી એડવાન્સ ટેકસ ભરતા પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે મહાપાલિકા મફતમાં ડસ્ટબીન આપશે જયારે કોર્પોરેટરને વોર્ડમાં વિકાસ કામો માટે મળતી વાર્ષિક ૧૦ લાખની ગ્રાન્ટમાંી ૨૫ ટકા ગ્રાન્ટ એટલે કે રૂ.૨.૫ લાખ ડસ્ટબીન ખરીદી માટે રાખવામાં આવશે. મેયર અને ચેરમેનને હોદ્દાની ‚એ મળતી વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ પણ તેઓ ડસ્ટબીનની ખરીદી માટે કરી શકશે. જે નગરસેવક લોકોને ડસ્ટબીન આપવા ઈચ્છતો હશે તેને લેટરપેડ પર ભલામણ કરવાની રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.