Abtak Media Google News

36 કરોડના ખર્ચ બનેલા બ્રિજના ગાબડાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી

સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસનાં કામો કરવામાં આવ્યા છે પરંતુ આ કામો નબળા થયા હોવાનો પુરાવો સતત સામે આવતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની શાન ગણાતા ઓવરબ્રિજ ત્રણ વર્ષ પહેલાં 36 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ આ ઓવરબ્રિજમાં સતત નબળો કામ થયા હોય તેના પુરાવા સામે આવી રહ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા ઓવર બ્રીજ ઉપર નબળા કામના કારણે ગાબડાઓ પડી જવા પામ્યા છે અને અકસ્માતનો ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં શહેરની મધ્યમાં આવેલા ઓવર બ્રિજ ત્રણ વર્ષ પહેલા 36 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. અને તે સમયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને શહેરીજનોની સુવિધામાં વધારો કરવા માટે સતત સરકાર ચિંતિત હોય તેવું જણાવવામાં આવ્યું હતું.તેવા સંજોગોમાં માત્ર ત્રણ વર્ષ પહેલાં બનેલા ઓવરબીજ નબળું કામ સતત સામે આવી રહ્યું છે તેવા સંજોગોમાં ગઈકાલે સાંજના સમયે અચાનક ઓવરબ્રિજ ઉપર ગાબડું પડી જવા પામ્યો છે અને ત્રણ ફૂટનું ગાબડું પડયું છે અને તેને લઈને વાહનચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે આ બાબતની જાણકારી સુરેન્દ્રનગર શહેરના જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને થતા તાત્કાલિક આપણે ત્યાં દોડી ગયા હતા અને આ મામલે ચકાસણી કામ હાથ ધરવામાં આવ્યું હતું.

તેવા સંજોગોમાં આ પુલમાં ત્રણ ફૂટ જેટલું ગાબડું પડ્યું હોય અને આ ગાબડું નીચેથી ઉપર સુધી પડ્યું હોય તેના પુરાવાઓ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવામાં આવ્યા છે તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે નગરપાલિકાના સુરેન્દ્રનગર થી ઓફિસર અને પ્રમુખનો સંપર્ક સાધી તાત્કાલિક તેમણે આ બાબતે જાણકારી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.