Abtak Media Google News

પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં છેલ્લા સવા વર્ષમાં રૂપીયા પાંચ કરોડ જેટલો ખર્ચ થયો છે. આ ખર્ચ મામલે પણ ભ્રષ્ટાચારના ખૂલ્લા આક્ષેપો થઈ રહ્યાં છે. પોરબંદર જિલ્લામાં માર્ચ ર0ર0થી કોરોનાનો પ્રારંભ થયો હોય તેમ પ્રથમ દર્દી નોંધાયો હતો. ત્યારબાદ કોરોનાનું સંક્રમણ વધતા કોરોનાની પ્રથમ અને બીજી વેવમાં કોરોના પોઝીટીવ તેમજ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓની સંખ્યા ખૂબ વધી હતી. પ્રથમ વેવમાં ભાવસિંહજી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવાઈ હતી. ત્યારે બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધતા ભાવસિંહજી હોસ્પિટલની સાથે નર્સિંગ જનરલ હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં પરિવતર્તિ કરી દેવામાં આવી હતી. આ બન્ને હોસ્પિટલોમાં દર્દીઓના બેડની ખરીદી, કેટરીંગ, ઓકિસજન સિલીન્ડરની વ્યવસ્થા અને અન્ય સાધનો સહિતની ખરીદી માટે કુલ રૂપીયા પાંચ કરોડ 1 લાખ અને 68 હજાર રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી સુધી રજૂઆત બાદ તપાસનો ધમધમાટ

સિવિલ તેમજ નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે એપ્રિલ-20 થી જુન-21 સુધીમાં 5 કરોડથી વધુનો ખર્ચ ?

તેમાં મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલની લેબોરેટરી ખાતે ડી ડાઈમર, ફેરીટીન, આઈ.એલ. સિકસ, એલ.ડી.એચ. અને એચ.બી. સહિતના કુલ બાવીસ જેટલા ટેસ્ટ માટેની સુવિધાઓ ન હતી. આ ટેસ્ટ કરી શકાય તે પ્રકારના મશીનો આ લેબોરેટરીમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા ન હતા. આ મશીનો જો લેબોરેટરીમાં ઉપલબ્ધ કરવામાં આવે તો રૂપીયા 30 થી 3પ લાખમાં તમામ મશીનરીઓ ખરીદી શકાય તેમ હતી. પરંતુ હોસ્પિટલના તંત્રએ અને તત્કાલીન કલેકટર મોદીએ મશીનો ખરીદવાની જહેમત ઉઠાવવાને બદલે આવા ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવવાનું પસંદ કર્યું અને તેની પાછળ સવા વર્ષમાં રૂપીયા 70 લાખથી પણ વધુ રકમનો ખર્ચ કર્યો.

જે મશીનરીઓ 30 થી 3પ લાખમાં કાયમી માટે લેબોરેટરીમાં ઉપલબ્ધ કરાવી શકાત તે ન કરાવી અને હોસ્પિટલની કમીટી કે જેમાં જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનો પણ સમાવેશ હોય છે તે કમીટીએ 70 લાખ રૂપીયા ખાનગી લેબોરેટરીને ચૂકવ્યા. કોરોનાની પ્રથમ લહેરમાં હોસ્પિટલના પટાંગણમાં દર્દીઓની સુવિધા માટે માંડવા નાંખવામાં આવ્યા હતા. તેનું બીલ પણ છ મહિનાનું રૂપીયા 11 લાખ પચાસ હજાર જેટલું હોસ્પિટલની હોંશિયાર કમીટીએ ચૂકવ્યું હતું. જો કે મંડપ સર્વિસમાં જેટલો સામાન વપરાયો તેટલો જ સામાન રૂપીયા 1 લાખ જેટલી રકમમાં કાયમી માટે હોસ્પિટલ ખરીદી શકી હોત. પરંતુ સામાન ખરીદવાને બદલે સામાનની કિંમત કરતા 11 ગણું ભાડું ચૂકવવાનું હોસ્પિટલે પસંદ કર્યું.

હોસ્પિટલ ખાતે નાખવામાં આવેલ માંડવાના રૂ.11 લાખ ?

દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલ સાથે થયેલ કરાર મુજબ સો જેટલા બેડના રૂ.53.60 લાખનું ચૂકવણું…?

લેબ.ની ત્રણ નવી મશીનરી રૂા.30 થી 35 લાખમાં મળે છતાં બહારની લેબ.માં રૂા.70 લાખનું ચૂકવણું ?

તો કોરોનાની પ્રથમ વેવમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઠકરાર હોસ્પિટલ સાથે પણ કરાર કરવામાં આવ્યા હતા. જેમાં 100 જેટલા બેડના સેમી આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેનું બીલ પણ હોસ્પિટલે રૂપીયા પ3 લાખ 60 હજાર જેટલું ચૂકવ્યું છે. તો સિવિલ કોવિડ અને નસર્ગિં કોવિડ હોસ્પિટલ ખાતે એપ્રિલ-ર0ર0થી જુન-ર0ર1 સુધીમાં પાંચ કરોડ 1 લાખ 68 હજાર અને ર00 રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે થયેલા આ ખર્ચને લઈને શહેરમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે..  આ તમામ ખર્ચાઓને લઇને જિલ્લાવાસીઓમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે  પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સવા વર્ષમાં રૂપીયા પાંચ કરોડ કરતા પણ વધુ રકમનો ખર્ચ થઈ ચૂકયો છે. ત્યારે આ ખર્ચાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ મુખ્યમંત્રી સુધી કરવામાં આવી હતી, જેને લઈને હાલ તો હોસ્પિટલના પેન્ડીંગ તમામ બીલો રોકી દેવામાં આવ્યા છે.

પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં સવા વષ્ર્ામાં રૂપીયા પાંચ કરોડ કરતા પણ વધુ રકમ વાપરી દેવાઈ છે. અને ખાસ કરીને તેમાં સોના કરતા ઘડામણ વધુ હોવાના અનેક ઘાટ ઘડાયા છે. અનેક ખર્ચાઓ આડેધડ કરી નાખવામાં આવ્યા છે. હવે આ ખર્ચાઓ અણઆવડતને કારણે આડેધડ થયા છે ? કે પછી હોસ્પિટલના તંત્રને મલાઈ તારવવાની હતી એટલે બેફામ ખર્ચાઓ કરી નાખવામાં આવ્યા છે ? હોસ્પિટલમાં થયેલા ખર્ચમાં ભ્રષ્ટાચાર થયાની પૂરેપૂરી આશંકા છે જે મામલે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીને રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગના નાયબ નિયામક દ્વારા પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલના સુત્રોમાંથી ખાનગી રાહે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભ્રષ્ટાચારની રજુઆતને લઈને હોસ્પિટલમાં ખર્ચાઓની ચૂકવણીના પેન્ડીંગ રહેલા તમામ બીલો ઉચ્ચ અધિકારીઓએ રોકી દીધા છે.

જ્યાં સુધી ભ્રષ્ટાચાર અંગે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બીલની ચૂકવણી ન કરવા માટે રાજકોટના નાયબ નિયામકે ફરમાન કર્યું હોવાનું જાણવા મળે છે. હોસ્પિટલ સામે ભ્રષ્ટાચારના આક્ષોપ છે તો અહીં કામ કરતા કેટલાક લોકો આવતા ન હોવા છતાં તેની હાજરી પૂરી પગાર ચૂકવાતો હોવાના પણ ખૂલ્લા આક્ષોપો થઈ રહ્રાા છે. કોરોનાકાળ દરમિયાન ઓકિસજન પાછળ પણ કરોડો રૂપીયાની રકમ વાપરી નાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં સરકારી ધારાધોરણને બદલે મેનેજમેન્ટમાં રહેલો એક પરિવાર પોતાની રીતે જ આડેધડ ખર્ચા કરતા હોવાની ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોંચી હતી, આ હોસ્પિટલમાં બેફામપણે કૌભાંડ ચાલતા હોવાની ચર્ચા શહેરભરમાં જોવા મળી રહી છે.

હાલમાં પણ કેટરીન્ગનો કોન્ટ્રાકટ હોસ્પિટલના મેનેજમેન્ટના લાગતા-વળગતાઓને જ આપી દઈ અને હોસ્પિટલના મેનેજમેન્ટમાં રહેલા લોકો મલાઈ તારવી રહ્રાા હોવાની પણ ચર્ચાઓ જોવા મળે છે, તો બીળ તરફ આ હોસ્પિટલમાં ખર્ચ અંગેની આર.ટી.આઈ. કરવામાં આવે તો તેમાં પણ યોગ્ય જવાબો આપવામાં આવતા નથી. અહીંના વહીવટી અધિકારી ચાર્જમાં છે. વહીવટી તંત્રની કાયમી નિમણુંક કરવામાં આવતી નથી જેને કારણે ભ્રષ્ટાચાર વધતો જતો હોવાનું લોકોનું માનવું છે.ત્યારે સવાલ એ પણ છે કે હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી મુજબ હોસ્પિટલના ખર્ચાઓ અંગે કમીટી દ્વારા નિર્ણય લેવામાં આવતા હોય છે. આ કમીટીમાં નવા કલેકટર આવ્યા તે પહેલા સુધી તત્કાલીન કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અડવાણીનો પણ સમાવેશ થાય છે. ત્યારે ભ્રષ્ટાચારને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

કોવિડ હોસ્પિટલ માં ભ્રષ્ટાચાર ને લઇ ને તપાસ નો ધમધમાટ

પોરબંદરની કોવિડ હોસ્પિટલના ભ્રષ્ટાચારને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે આ તપાસ બાદ જવાબદાર હોય તેવા કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાયદાકીય પગલા લેવાશે.પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ટેન્ડરીંગથી લઈ અપાયેલા કામો અને કરાયેલ ખર્ચને લઈને અનેક સવાલો ખડા થયા છે. હોસ્પિટલના આડેધડ ખર્ચનો આંક રૂપીયા પાંચ કરોડને પાર થયો છે. આ હોસ્પિટલમાં જે ખર્ચાઓ થયા છે તેમાં સોના કરતા ઘડામણ મોંઘુ જેવો ઘાટ પણ ઘડાયો છે. તો ખર્ચ અંગે આર.ટી.આઈ. કરનારાઓને હોસ્પિટલનું તંત્ર સંતોષકારક જવાબ પણ ન આપતું હોવાના આક્ષોપ થયા છે.

આ હોસ્પિટલના ભ્રષ્ટાચારની ગુંજ મુખ્યમંત્રી સુધી સંભળાતા અંતે ભ્રષ્ટાચાર અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટ આર.ડી.બી. ની ટીમ આ અંગેની તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે. ત્યારે હોસ્પિટલના વહીવટ માટે નિમાયેલી રોગી કલ્યાણ સમિતિના સભ્ય એવા જિલ્લા વિકાસ અધિકારી અડવાણીએ તપાસના અંતે જવાબદાર ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થવા અંગે ઈશારો કરી દીધો છે. હાલ પણ ચાલી રહેલા કેટરીન્ગના કોન્ટ્રાકટમાં જેટલી થાળીઓ જમવા માટે અપાય છે તેના કરતા વધારે થાળીઓનું બીલ મૂકાશે તેવી આશંકા વ્યકત કરી આ મામલે પણ અનેક લોકો કલેકટરને રજુઆત કરે તેવી શકયતાઓ વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.