Abtak Media Google News

Table of Contents

દેશની ૬૦ અને વિદેશની ૧૦ યુનિવર્સિટીઓ, ૧૬૩ થી વધુ કોલેજો, પ્રાથમિકથી પી.જી. સુધીના લાખો વિદ્યાર્થીઓ એજયુકેશન ફેરમાં જોડાશે

ફેરમાં રજીસ્ટ્રેશન આ રીતે કરી શકાય

અમદાવાદમાં આગામી ૧૪મીથી યોજાનારા ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ માટે એજયુકેશન ફેરની વેબસાઈટ  www.education fairgujrat.org  ઉપર રજીસ્ટ્રેશન કરી શકાશે. ઓનલાઈન ન થઈ શકયું હોય તો એજયુકેશન ફેરમાં સ્થળ પર ગુજરાત યુનિવર્સિટી ક્ધવેન્શન હોલ ખાતે રજીસ્ટ્રેશન કરાવી આ ફેરમાં ભાગ લઈ શકાશે.

 

લાખો વિદ્યાર્થીઓ ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં ઉમટશે

અમદાવાદમાં યોજાનારા ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં રાજયભરની ૩૦થી વધુ યુનિવર્સિટીઓ અને ૧૬૩થી વધુ કોલેજો જોડાનાર હોય. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ ૩ દિવસના ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં ઉમટી પડે તેવી સંભાવનાઓ વ્યકત થઈ રહી છે. નવા શૈક્ષણિક સત્રનો તાજેતરમાં જ પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓને કયાં ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડી શકાય તે અંગેનું સચોટ માર્ગદર્શન અહીંથી પ્રાપ્ત થશે અને છાત્રોને ઉજ્જળ ભાવિ માટે મદદ‚પ થનાર હોય. ૩ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડશે.

વિદ્યાર્થીઓ અને વાલીઓની મુંઝવણ-પ્રશ્ર્નોનું પણ નિરાકરણ

ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં જુદા-જુદા શૈક્ષણિક અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન ઉપરાંત સામાન્ય પ્રજાજનોના ઉદભવતા પ્રશ્ર્નનું પણ નિરાકરણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રવતર્તી મુંઝવણ અંગે પણ આ ફેરમાં નિષ્ણાંતો દ્વારા સચોટ માર્ગદર્શન અને સલાહ આપવામાં આવશે. વાલીઓને પોતાના સંતાનના કારકિર્દી ઘડતરના અને વિદ્યાર્થીઓને

અભ્યાસ સંબંધિત કોઈ પણ મુંઝવણ કે સમસ્યા હોય તો ૩ દિવસ દરમિયાન એક જ જગ્યાએ તેનો ઉકેલ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

 

ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં ૩૦૦થી વધુ સ્ટોલ હશે

૧૪મીથી અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં યોજાનારા જાંજરમાન ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં જુદા-જુદા શૈક્ષણિક ૩૦૦થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને શૈક્ષણિક અને કારકિર્દી ઘડતર સંબંધિત તેમજ અભ્યાસક્રમો અને કોલેજ કે યુનિવર્સિટીઓની માન્યતા પ્રાપ્તી અંગેની તમામ માહિતી પ્રાપ્ત થશે. વિદ્યાર્થી અને વાલીઓને આ ફેરમાં જુદા-જુદા સ્ટોલ પર શૈક્ષણિક પ્રવૃતિ તેમજ જે-તે વિદ્યાર્થીઓને કયાં ક્ષેત્રમાં એડમિશન મેળવવાથી ઉજ્જળ કારકિર્દી ઘડી શકાય તે બાબતની વિસ્તારપૂર્વક અને સચોટ માહિતી મળશે.

રાજયના શિક્ષણ વિભાગ, નોલેજ, કોન્સપોર્ટીયમ ઓફ ગુજરાત અને ગુજરાત યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે આગામી ૧૪ થી ૧૬ જુન દરમિયાન અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ભવ્ય ગ્રાન્ડ એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે કરાશે.

આગામી બુધવારથી યોજાનારા ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં વિદેશની ૧૦ અને દેશભરમાંથી ૬૦ જેટલી યુનિવર્સિટીઓ અને ૧૬૩થી વધુ કોલેજો ભાગ લેશે. આ ફેરમાં ૩૦૦થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને કારકિર્દીલક્ષી તમામ બાબતો અંગે સચોટ માહિતી આપવામાં આવશે. ૩ દિવસ દરમિયાન ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ મુલાકાત લે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જાંજરમાન આયોજન અને વિદ્યાર્થીલક્ષી માર્ગદર્શન મળવાનું હોય. રાજયભરમાંથી લાખો વિદ્યાર્થીઓ ઉમટે તેવી સંભાવનાઓ પ્રવર્તી રહી છે.

વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે વિવિધ તકો મળી રહે તથા શિક્ષણના અનેક ક્ષેત્રોમાંથી પોતાની જ‚રીયાત મુજબ યોગ્ય પસંદગી વિદ્યાર્થીઓને મળી શકે તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ સંબંધી કોઈ મુઝવણ કે સમસ્યા હોય તો તેનો એક જગ્યાએ ઉકેલ મળી રહે તે માટે તા.૧૪ થી ૧૬ જુન દરમિયાન અમદાવાદમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ગ્રાન્ડ એજયુકેશન ફેરનું આયોજન કર્યું છે.

કાર્યક્રમની તમામ માહિતી વેબસાઈટ  www.education fairgujarat.org લોન્ચ કરવામાં આવી છે. ફેરમાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળતાથી માહિતી મળી રહે તે માટે વિવિધ સેમિનારનું પણ આયોજન કરાયું છે. સેમિનારમાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ ફરજીયાત વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિવિધ કોલેજો, યુનિવર્સિટીઓ, વિદેશી શૈક્ષણિક સંસ્થાઓ અને તેમાં ઉપલબ્ધ વિવિધ કોર્ષ, પ્રવેશ પ્રક્રિયા અને ફિના ધોરણ સહિતની માહિતી એક સ્થળેથી મળશે. ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં સામાન્ય પ્રજાજનોના ઉદભવતા પ્રશ્ર્નોનું નિરાકરણ થાય તેવા ઉમેદા હેતુથી સમાજના બહોળા વર્ગની જ્ઞાનની જીજ્ઞાશાને સંતુષ્ટ કરવાનો રાજય સરકારનો પ્રયાસ છે. આ એજયુકેશન ફેરથી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓની સાચી અને સચોટ માહિતી લોકોને મળશે અને લેભાગુ કે માન્યતા વગરની સંસ્થાઓ વિદ્યાર્થી સાથે છેતરપીંડી કરતા અટકશે.

રાજયના શિક્ષણ વિભાગ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે બુધવારથી ૩ દિવસ અમદાવાદમાં ગ્રાન્ડ એજયુકેશન ફેર: મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન

વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટી, ફીનું માળખુ, એડમિશન પ્રક્રિયા, કારકિર્દીલક્ષી માર્ગદર્શન, માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓ સહિતના વિવિધ મુદ્દે સચોટ માહિતી અપાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.