ચોટીલાના ખેરાણા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: રૂ .1.50 લાખ કબ્જે

ચોટીલાના ખેરાણા ગામેથી ચોટીલા પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી 550 લીટર દેશી દારૂ ઝડપી પાડયો છે. જયારે ખેરાણા ગામના એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિગતો મુજબ ચોટીલા પોલીસના પીઆઈ આઈબી વલવીનો હુકમથી એએસઆઈ સહદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ મળેલી બાતમી આધારે ખેરાણા ગામે જગુ દકુ કાઠીની વાડીએ દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.

જેમાં પોલીસે 550 લીટર દેશી દારૂ મળી કુલ રૂ.1.50 લાખનો મુદામાલ કબ્જે કરી જગુ દડુ કાઠીની ધરપકડ કરી છે.