મુળીના ગોદાવરી ગામે દેશી વિદેશી દારૂ પકડાયો: બુટલેગર ફરાર

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસ.પી.  હરેશ દુધાતે આપેલીસુચનાને  પગલે એલ.સી.બી.ના પી.આઈ. વી.વી.ત્રિવેદી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. ત્યારે મુળી તાલુકાના  ગોદાવરી ગામે રહેતો બાબુ ખષતા પારધી નામનોશખ્સ દારૂનું  વેચાણ કરતો હોવાની  મળેલી  બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી 42  બોટલ વિદેશી દારૂ, 44 બીયરના ટીન અને 26  લીટર દેશી દારૂ મળી રૂ. 25920નો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન  બાબુ પારધી નાશી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.