Abtak Media Google News

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની કામગીરી જેટ ગતિએ, દરરોજ સરેરાશ ૨૮ કિ.મી હાઈવે નિર્માણની કામગીરી

દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની કામગીરી જેટ ગતિએ ચાલી રહી છે. તાજેતરમાં જ ધોરીમાર્ગ નિર્માણની કામગીરી અંગે માર્ગ પરિવહન વિભાગ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે મુજબ ગત તારીખ ૮ જાન્યુઆરીથી એક સપ્તાહ દરમિયાન રેકોર્ડબ્રેક ૫૩૪ કિલોમીટરના નેશનલ હાઇવેનું નિર્માણ થયું છે.

એપ્રિલ ૨૦૨૦ થી ૨૦૨૧ના જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગ સુધીમાં ૮૧૬૯ કિલોમીટરનો નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો હતો. દરરોજ ૨૮ કિલોમીટરની સરેરાશે હાઈવે નિર્માણનું કામ થયું હતું. ગત વર્ષે આટલા જ સમયમાં ૭૫૭૩ કિમી હાઇવે નિર્માણનું કામ થયું હતું.૨૦૧૯ ૨૦૨૦માં કુલ ૮૯૪૮ કિલોમીટર માર્ગનું કામ કરવાનું લક્ષ્યાંક હતું જેની સામે ૧૦૨૩૭ કિલોમીટર રોડ બનાવવામાં આવ્યો હતો. અલબત્ત કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે માર્ગ બનાવવાની કામગીરી ધીમી પડી ગઇ હતી.જોકે માર્ગ નિર્માણની કામગીરીનો સમયગાળો સરભર કરવા પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, મોદી સરકાર માર્ગ અને પરિવહન મુદ્દે જેટ ગતિએ કામ કરી રહી છે. નેશનલ હાઈવેનું નિર્માણ ઝડપથી વધે તે માટેના પગલા લેવાઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.ત્યારે માર્ગ નિર્માણની કામગીરી અંગે માર્ગ પરિવહન વિભાગ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે મુજબ ગત તારીખ ૮ જાન્યુઆરીથી એક સપ્તાહ દરમિયાન રેકોર્ડબ્રેક ૫૩૪ કિલોમીટરના નેશનલ હાઇવેનું નિર્માણ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.