Abtak Media Google News
  • ગાંધીગ્રામ પોલીસે સીંગતેલ કબજે કરી ફરિયાદીને કપાસિયા તેલ ધાબડી દીધું તું
  • સીસીટીવી ફૂટેજ સાથે ચેડા કરી પોલીસે ફરિયાદી સાથે વ્યવહાર કરવાના પ્રકરણમાં મહત્વનો ચુકાદો

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માથી સીંગોતેલના બદલે કપાસીયા તેલના ટુટેલા નુકશાની વાળા ડબ્બા લઈ જવાની ફરજ પાડી માર મારનાર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના   તપાસમાં ખુલવા પામે તે લોકો સામે થયેલી ફરીયાદના કામે  એડી. ચીફ મેજી. જનક્સીહ રાણા  કિશોર ઘુઘલ સામે ફોજદારી કેસ રજીસ્ટર લઈ પ્રોસેસ ઈશ્યુ કરતો હુકમ ફરમાવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયેલી છે.

બનાવની વિગત મુજબ  ટંકારા તાલુકાના હરીપર  ગામે રહેતા હિતેશ જાદવજીભાઈ ભાગીયાએ પી.એસ.આઈ. જનસીહ જી. રાણા, પોલીસ કોન્સ્ટેબલ કિશોર લક્ષમણભાઈ દુધલ અને  તપાસમાં ખુલવા પામે તે તમામ સામે     અદાલત સમક્ષ ફરિયાદ કરી મુદામાલ ના કામે પોલીસે સીંગતેલ ના ડબ્બા સબંધે અદાલતમાં અભીપાય રજુ કરેલો અને  અદાલતે તે મુદ્દામાલ ફરીયાદીને સૌપવા હુકમ કરેલો તે મુદામાલ પોલીસે સોપવાની જગ્યાએ ટુટેલી હલત વાળા કપાસીયા તેલના ડબ્બા લઈ જવા  ફરજ પાડી  માર માર્યા ના ફોટા  અદાલત સમક્ષ રજુ કરતા અદાલતે પોલીસ સ્ટેશનના સી.સી.ટી.વી. ફુટેજ સહીત રજુ કરવા  આદેશ કરેલો  જેની અવગણના કરતા તે સબંધ  અરજી આપતા તેની પૂર્તતા કરવા હુકમની પણ અવગણના કરી  હતી  સુપ્રીમકોર્ટ, હાઈકોર્ટ અને ગૃહ વિભાગને પરીપત્રને ધોળીને પી જનાર કાનુની રખેવાડ પોતે કાયદાનું પાલન કરતા ન હોય અને પ્રજાને પાલન કરાવવા ફરજ પાડતા હોય જેથી ગુનો આચરનારાઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થવા ફરીયાદ કરી હતી.

ફરીપાદીના વકીલ ધ્વારા અદાલત સમક્ષ એવી રજુઆત કરવામાં આવેલ કે ગાંધીગામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી અને તેના ભાઈને અન્ય સાહેદોની હાજરીમાં પી.એસ.આઈ. જે.જે.રાણા અને કોન્સ્ટેબલ કિશોર ઘુઘલ ધ્વારા માર મારી  ગેરકાયદે અટકાયત કરી  હોય તે  પોલીસે રજુ કરેલા સી.સી.ટી.વી. ફુટેજ પરથી સ્પષ્ટ અનુમાન થઈ શકે છે. જયારે આ બે પોલીસ વાળા ધ્વારા માર મારવામા આવેલ તે વખતે હાજર પોલીસ  માર મારતા અટકાવેલ નથી . તે પણ ગુનાના મદદગારી સમાન ગણાય ત્યારે લાગતા વળગતા તમામ સામે રજુ થયેલા પુરાવા આરોપીઓ વિરૂધ્ધ પોસેસ ઈશ્યુ કરવા જેટલો  જણાય છે. સુપ્રીમકોર્ટના ચુકાદાની હકીકતો ધ્યાને લઈ હાલના તબક્કે પી.એસ.આઈ, જનકસીહ  રાણા અને કોન્સ્ટેબલ કિશોર  ધુઘલ નાઓ વિરૂધ્ધ  પથમ દર્શનીય પુરાવો હોય ફરીયાદ  2જીસ્ટરે દાખલ કરી બંને વીરૂધ્ધ ઈ.પી.કો. ક્લેમ  323, 504, 506 ( 2 ), 341 હેઠળ પોસેસ ઈશ્યુ કરતો હુકમ ફરમાવેલો છે.

ઉપરોક્ત કામના ફરીયાદી હિતેષભાઈ ભાગીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, લાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગૈવરીયા, પાર્થ ધાણી, મૈથુન વીરડીયા, કિશન મોડલીયા, ભાવીક ફેકર, મીહીર દાવડા તથા મદદમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, ભરત વેકરીયા, પ્રીન્સ રામાણી રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.