Abtak Media Google News

સિંગતેલ ખરીદીના નાણા ડુબાડ્યાની ફરિયાદમાં કબજે લેવાયેલા તેલની જગ્યાએ કપાસિયાનું તેલ આવી ગયાનું કહેતા ફરિયાદીને ઢોરમાર મરાયાની કોર્ટ ફરિયાદ કરી’તી

રાજકોટમાં સિંગતેલની જથ્થાબંધ ખરીદી કરનારે રકમ ન ચૂકવ્યા અંગેની મિનિ ઓઇલ મિલ ધંધાર્થીની પોલીસ ફરિયાદમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા  કબજે લેવામાં આવેલ મુદામાલ સોંપી આપવાના કોર્ટના હુકમની અવહેલના ક2ી મુદામાલ બદલી નાખી ફરિયાદ પક્ષને માર મારી જજ તથા વકીલ વિષે ખરાબ બોલવાની પોલીસ વિરુદ્ધ ફરિયાદમાં અદાલતે ગાંધીગ્રામના પી.આઈ. તથા જવાબદારને સી.સી.ટી.વી. ફૂટેજ સાથે અદાલતમાં હાજર થવા ફરમાન કર્યું છે.

બનાવની હકીક્ત જોઈએ તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં   જાનકી મીની ઓઇલ મિલના ધંધાર્થી રોહીત જાદવજીભાઈ ભાગીયાએ  સંજય પટેલ વિરૂધ્ધ  રૂા.94,870ની છેતરપિંડીના ગુનામાં  સંજય પટેલ  ઉર્ફે અલ્પેશ પ2મા2ની ધરપકડ કરી મુદામાલ તરીકે 34 સિંગતેલના ડબ્બા કબજે કરવામાં આવેલ, બાદમાં મુદ્દામાલ પરત મેળવવાની ફરીયાદી રોહીતભાઈના ભાઈ ચંદ્રકાંતભાઈ ભાગીયાએ કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખતા, તે મુદામાલ પરત મેળવવા હિતેષભાઈ ભાગીયા તથા ચંદ્રકાંતભાઈ ભાગીયા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને જતા મુદામાલ પરત સોંપ્યાના કાગળોમાં સહીઓ કરાવી લઈ બાદમાં બતાવેલ મુદામાલમાં સીંગતેલના ડબ્બાની જગ્યાએ કપાસીયા તેલના ડબ્બા હોય તેવો પુરાવો રાખવા હિતેષભાઈ ભાગીયાએ મોબાઈલથી ડબ્બાનું શુટિંગ કરી મુદામાલ સ્વિકારવા ઈનકાર કરતા બંનેને પોલીસ સ્ટેશનમાં ઉપર ડીસ્ટાફના રૂમમાં લઈ જઈ જવાબદાર પોલીસવાળાઓએ બેફામ ગાળાગાળી કરી “જજ અને વકીલની હવામાં રહેતો નહી, તું મને ઓળખતો નથી, જજ અને વકીલ બંનેના કાળા કોટ ઉત્તરાવી

દઈશ,  તને અને તારા પરિવા2ને જીવવા નહી દવ” તેમ કહી બેફામ માર મારી બાદ ધમકી આપવા અંગે હિતેષ ભાગીયાએ  એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં લેખીત ફરિયાદ આપી હતી.

આ ફરીયાદના કામે અદાલતનું ધ્યાન દોરવામાં આવેલ કે  મુદામાલ બદલી નાખેલના પુરાવા રૂપે કરાયેલું મોબાઈલ  શુટિંગ સબંધીત પોલીસ દ્વારા બેરહેમીથી માર મારી મોબાઈલ લોક ખોલાવી વિડિયો ડિલીટ કરી નાખ્યો હતો. તેમાં અદાલતે ફરીયાદની હકીકતો તથા માર માર્યા સંબંધેના 2જુ રાખેલ ફોટોગ્રાફ્સની વિગતો ધ્યાને લઈ  ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ધડ ફ્લોર તથા ડીસ્ટાફ રૂમના બપોરના 3:30 થી સાંજના 7:30 સુધીના સી.સી.ટી.વી. ફુટેજ સાથે પોલીસ સ્ટેશનના પી.આઇ.ને અદાલતમાં હાજર થવા અદાલતે નોટિસ ફટકારી છે.

ઉપરોક્ત કામમાં ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા, કિશન માંડલીયા રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.