Abtak Media Google News

કુકાવાવના અમરાપર ગામના યુવકનું બાઇક અકસ્માતમાં મોત નિપજતા ક્લેઇમ કેસ કર્યો’તો

અમરેલી પંથકનાં અપરણિત યુવાનનું વાહન અકસ્માત મૃત્યુનાં કેસમાં રૂા.૧૧.૫૦ લાખનું જંગી વળતર મંજુર કરવાનો રાજકોટ ટ્રીબ્યુનલે હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ કુકાવાવ તાલુકાનાં અમરાપરા ગામમાં રહેતાં લવજીભાઇ ગોવીંદભાઇ વોરાનાં યુવાન પુત્ર  ઉમેશભાઇ લવજીભાઇ વોરા બાઇકમાં પાછળ બેસીને જતાં હતા ત્યારે અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું.

મૃતકના વારસદારોએ કલેઇમ મેળવવા  કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં  કોર્ટ ધ્વારા રૂા.૧૧.૫૦ લાખનો હુકમ કરવામાં આવેલ.જે કલેઇમમાં વીમા કંપની ઘ્વારા મૃતક ૧૭ વર્ષ ૮ માસનાં હોય, તેઓની ભવીષ્યની આવક ધ્યાને ન લેવાય તેઓ બચાવ કરવામાં આવેલ પરંતુ મૃતકના વારસદારો તરફે રોકાયેલા વકીલ  ઘ્વારા સુપ્રીમ કોર્ટનાં જજમેન્ટો તથા ઘારદાર દલીલ રજુ કરતાં,કોર્ટ ધ્વારા મૃતકની ભવીષ્યની આવક ધ્યાને લઇ ઉપરોકત રકમ મંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં મૃતકના વારસદાર વતી રાજકોટના જાણીતા યુવા વકીલ કલ્પેશ કે.વાઘેલા, ભાવિન હદવાણી, અર્જુન કારીયા અને શ્રધ્ધા અકબરી રોકાયા હતા.

ભારત સરકાર તરફથી ”આઝાદી કા અમૃત મહોત્સવ” ના ભાગરુપે તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સર્વોચ્ચ અદાલત, ન્યુ દિલ્હી અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ,  ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ તરફથી તા.૦૨.૧૦.૨૦૨૧ થી તા.૧૪.૧૧.૨૦૨૧ દરમ્યાન કાનૂની જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવનાર છે.

આ અંગે તા.ર૯.૧૦.૨૦૨૧ ના રોજ સામાન્ય નાગરીકોને મળતી કાનૂની સહાય, અત્રેની સંસ્થા ધ્વારા થતી કામગીરી, સંસ્થાની સિધ્ધિઓનું પ્રદર્શન તા.૨૯.૧૦.૨૦૨૧ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધી રાખવામાં આવેલું છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન કણસાગરા કોલેજ, કાલાવાડ રોડ, કોટેચા ચોક નજીક, તા.ર૯ ને  સવારના ૧૦,૦૦ કલાકે  મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને ચેરમેન જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ ના હસ્તે આ પ્રદર્શનનું ઉદ્ઘાટનન કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.