Abtak Media Google News

ડ્રગ કેસમાં આર્યન ખાનને આર્થર જેલ હવાલે કરવાનો આદેશ

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની કિસ્મતનો નિર્ણય આજે મુંબઈના કિલા કોર્ટના મેજિસ્ટ્રેટે કરી દીધો છે. ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સના કેસને લઈને ફસાયેલા આર્યન ખાનની મુસીબત વધી ગઈ છે. આર્યન ખાન, અરબાઝ મરચન્ટ અને મુનમુન ધમેચાની જામીનની અરજી કોર્ટ દ્વારા ફગાવી દીધી છે. હવે આર્યનના વકીલ જામીનની અરજી લઈને સેશન કોર્ટ જઈ શકે છે. આર્યન સહિત તમામ આરોપીઓને આર્થર રોડ જેલ મોકલી દેવાયા છે.

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની કિસ્મતનો નિર્ણય આજે મુંબઈના કિલા કોર્ટના મેજિસ્ટ્રેટે કરી દીધો છે. ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સના કેસને લઈને ફસાયેલા આર્યન ખાનની મુસીબત વધી ગઈ છે. આર્યન ખાન, અરબાઝ મરચન્ટ અને મુનમુન ધમેચાની જામીનની અરજી કોર્ટ દ્વારા ફગાવી દીધી છે. હવે આર્યનના વકીલ જામીનની અરજી લઈને સેશન કોર્ટ જઈ શકે છે. આર્યન સહિત તમામ આરોપીઓને આર્થર રોડ જેલ મોકલી દેવાયા છે.

મેજિસ્ટ્રેટ કોર્ટમાં સતીશ માનશિંદે આગોતરા જામીનની અરજી કરી હતી, જે નામંજૂર કરી દેવાયા છે. મેજિસ્ટ્રેટ કોર્ટને લઈને કહ્યુ હતુ કે આ કેસ સાંભળવા અને જામીન પર કાર્યવાહી કરવાનો હક અહીં રાખ્યો નથી. આ કેસ સેશન કોર્ટ માટે હતો, એવામાં આર્યન સંગ અન્યના વકીલોને સેશન કોર્ટ જવુ જોઈતુ હતુ. સેશન કોર્ટમાં એનડીપીએસ એક્ટ હેઠળ જામીનની અરજી આપવી પડશે. એવામાં હવે સતીશ માનશિંદે સહિત અન્ય વકીલ સેશન કોર્ટમાં જામીનની અરજી કરશે.

મુંબઈના કિલા કોર્ટે આર્યન ખાનની અરજીને ફગાવી દીધી છે. કોર્ટનુ કહેવુ છે કે આર્યનની અરજી મેંટેનેબલ નથી, તેથી આને રિજેક્ટ કરવામાં આવે છે. એવામાં હવે આર્યન ખાન અને અન્ય તમામ આરોપીઓને જેલમાં આજે રહેવાનુ હશે. આર્થર જેલ તે જગ્યા છે, જ્યાં કસાબ, અબુ સાલેમ, સંજય દત્ત જેવા લોકોને રાખવામાં આવી ચૂક્યા છે.

આર્યન ખાન સાથે ૫ કેદીઓને મુંબઈની સૌથી મોટી જેલ આર્થર જેલના બેરક નંબર ૧ માં રાખવામા આવ્યા છે. આ જેલના પહેલા ફ્લોર પર બનેલી એક સ્પેશ્યલ ક્વોરન્ટાઈન બેરક છે. અહીં ૫ દિવસ માટે આર્યન ખાન અને અન્યને ક્વારન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

કોઈને યુનિફોર્મ પહેરવાની જરૂર નથી પરંતુ તેમને અન્ય કેદીઓની જેમ જ ટ્રીટ કરવામાં આવશે. આર્યન અને અન્ય ૫ કેદીઓને જેલનુ જ ખાવુ પડશે. ક્વોરન્ટાઈનમાં રહેતા જો કોઈને કોરોનાના લક્ષણ લાગે છે તો તેમનો ટેસ્ટ કરવામાં આવશે. આર્યન સહિત તમામ અન્યના કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. તમામે વેક્સિનના બંને ડોઝ લીધા છે. આ કારણે તેમને લગભગ ૫ દિવસનુ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો દિવસ ખૂબ જ નિર્ણાયક હતો. આર્યનને મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ શિપમાં ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં ભાગ લેવા બદલ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આર્યન છેલ્લા ૭ દિવસથી એનસીબીની ધરપકડમાં હતો. બીજી ઓક્ટોબર, શનિવારના રોજ એનસીબી દ્વારા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ ન મળ્યું હોવાનું કહેવામાં આવ્યું છે.

ગુરૂવારે કોર્ટમાં હાજર રહ્યા બાદ આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ આર્યન ખાનની જામીન અરજી પર કામ શરૂ કરી દીધું હતું. આર્યન ખાને એનસીબીના કાર્યાલયમાં રાત વિતાવી હતી કારણ કે, જેલમાં જવા માટે તેમનો કોરોના ટેસ્ટ નહોતો થયો અને સમય પણ વીતી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.