ગૌટેક એકસ્પોેના બીજા દિવસે ‘કામધેનુ નગરી’નો ગૌ વૈભવ માણતા ગૌપ્રેમીઓ

વિવિધ સેમિનારમાં મુલાકાતીઓને મળ્યું નિષ્ણાંતોનું અમૂલ્ય માર્ગદર્શન

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જી.સી.સી.આઈ દ્વારા આયોજિત ગૌ ટેક 2023 એક્સપોનું બુધવારે સાંજે કેન્દ્રીય કૃષિ અને પશુપાલન ડેરી, મત્સ્ય ઉધોગ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા તેમજ  સંતો મહંતોએ દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કર્યું હતું. ડો. વલભભાઈ કથીરિયા, હંસરાજભાઈ ગજેરા, કલ્પકભાઈ મણીયાર, રાજુભાઇ ધ્રુવ, મિતલ ખેતાણી સહિતની ટીમે કરેલા આ અદભુત આયોજનમાં ત્યાર બાદથી શહેર ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો આ એક્સ્પો નિહાળવા ઉમટી રહ્યા છે. ગુરુવારે છત્તીસગઢ, ઉત્તરાખંડ, મુંબઇ, તામિલનાડુ,  દુબઇ, સાઉથ આફ્રિકા સહિતના ગૌ પ્રેમીઓએ કામધેનુ નગરીનો ગૌ વૈભવ મન ભરીને માણ્યો હતો.

આ ઉપરાંત ધારાસભ્ય મોરબી કાંતિલાલ અમૃતિયા, મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર કંચનબેન સિદ્ધપુરા, ગોવિંદભાઈ પટેલ, લખાભાઈ સાગઠિયા, ગૌ સેવક ધીરુભાઈ રામાણી તેમજ ત્રિકમદાસજી મહારાજ (સચ્ચિદાનંદ મંદિર અંજાર),  ગિરીશ ગજાનંદ (પાલનપુર કૃષિ યુનિવર્સિટી વાઇસ ચાન્સલર), કમલસાધુ ટાવરી (દહેરાદુન), નિરંજન વર્મા (તામિલનાડુ), ફરહાન કુરેશી (છત્તીસગઢ), સચિદાનંદ ઉપાસને (બીજેપી પ્રવક્તા છત્તીસગઢ), ડો. સંજયકુમાર (ઉત્તરાખંડ), મધુકાંતાબેન દોશી (મુંબઇ), ગિરીશ જગાણી (પાલનપુર), કમલેશ શાહ (જીવદયા ગ્રુપ મુંબઇ), ચિંતન ભટ્ટ, મુનેશ પુરોહિત (ચીલી, સાઉથ આફ્રિકા) સહિતના ગૌ સેવા પ્રેમીઓ એક્સ્પોની મુલાકાતે ખાસ રાજકોટ પધાર્યા હતા. તમામ લોકોએ એક જ સુરમાં આ આયોજનને વખાણી કહ્યું હતું કે, ગૌ વંશ થકી ગ્રામીણ સમાજ આત્મનિર્ભર બની શકે એવો વિશ્વાસ દ્રઢ કરાવતો, સર્વગ્રાહી જાણકારી આપતો અને અત્યાધુનિક માહિતીના ઘૂઘવતા સમુદ્ર જેવો આવા એક્સ્પોની કલ્પના કરી ન હતી. તમામ મુલાકાતીઓ એક્સ્પોથી પ્રભાવિત થયા હતા અને દેશના વિવિધ રાજ્યોમાં આ પ્રકારના આયોજનો થવા જોઈએ એવી અપેક્ષા સેવીને આયોજકોને શુભકામના પાઠવી હતી.

આ ઉપરાંત જ્યોતીન્દ્રભાઈ મહેતા, જયેશભાઇ બોધરા, પ્રતીક સંઘાણી, શંકર મહારાજ, મનસુખભાઇ ખાચરિયા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, વિનુભાઈ પરમાર, મનીષભાઈ રાડીયા, લીનાબેન શુકલા, હિતેશભાઈ જાની સહિતના ગૌ સેવકો, ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠીઓ અને ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલાઓ બહોળી સંખ્યામાં લોકોએ એક્સ્પોની મુલાકાત લીધી હતી.

ગુરુવારે આયોજિત પ્રથમ સેશનમાં સવારે 10:05 થી 10:45 સુધી ડો. પરાગ રાજપરા (એસો.પ્રો. ડિપાર્ટમેન્ટ ઓફ મિકેનિકલ એન્જીનીયરીંગ, મારવાડી યુનિ. રાજકોટ) રિન્યુબલ એન્ડ સસ્ટેનેબલ એનર્જી સોર્સીઝ ઓફ ડિફરન્ટ સેકટર વિષયક પ્રવચન આપ્યું હતું.  ત્યારબાદ સવારે 10:45થી 11:15 દરમ્યાન ડો. વીરેન્દ્ર વિજય (આઈ.આઈ ટી. દિલ્હી) સરકાર, મિનિસ્ટ્રી અને સી.એસ.આરની ફાઇનાન્સિયલ સ્પોર્ટ સિસ્ટમ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. જ્યારે 11:15થી 11:45 સુધી સુરેશ ભારતી અને પાંજરાપોળ સુરત સક્સેસ સ્ટોરી વર્ણવી હતી. જ્યારે 11:45થી 12:15 સુધી પ્રશ્નોતરી અને સમાધાન સ્વરૂપનું કનકલુઝન આપવામાં આવ્યું હતું.

બીજા સેશનમાં બપોરે 3:20થી 4 વાગ્યા દરમ્યાન ડો. પ્રીથી શ્રીનિવાસ જર્ની ઓફ એમ્પાવરિંગ લાઈવ લિહુડ્સ વર્ણવયો હતો. બપોરે 4 વાગ્યાથી 4:30 સુધી ડો. લીના ગુપ્તા (એમ.ડી. હેબઇટેડ ઇકોલોજિકલ ટ્રસ્ટ, નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સરકારી સહાય વિષયક જાણકારી આપી હતી. જ્યારે 4:30થી 5 દરમ્યાન વિક્રાંત યુનિ. ગ્વાલિયર, સંજય પટેલ, એસ.પી.આર.ઇ. આણંદ અને શ્રીજી ગૌશાળા (રમેશભાઇ ઠક્કર)ની સક્સેસ સ્ટોરી વર્ણવી હતી. પ્રશ્નોતરીકાળ દરમ્યાન ઉપસ્થિતોના પ્રશ્નોના સરળ શબ્દોમાં ઉકેલ દર્શાવવામાં આવ્યા હતા જેનાથી મુલાકાતીઓ સંતુષ્ટ થયા હતા.

રાત્રે ઠંડા વાયરા વચ્ચે રેસકોર્સની કામધેનુ નગરીમાં રાઘવભાઈ સોમાણીના કો-ઓર્ડીનેશનમાં હિન્દી ગૌ  કવિ સંમેલનનો રંગ ઘૂંટયો હતો. જેમાં ગુજરાતના કવિઓ ઉપરાંત રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી પધારેલા લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓ સુનિલ વ્યાસ, લોકેશ મહાકાલી, મનોજ ગુર્જર, રાજેન્દ્ર ગોપાલ વ્યાસ, બજરંગસિંહ બ્રજ, મોનિકા હટીલા, ઓમ તિવારીએ ગૌ-ગૌરવ તેમજ સનાતની સભ્યતા અને ભારતીય પરંપરાનું ગુણગાન ગાતી કવિતાઓની જોશભેર રમઝટ બોલાવી હતી.

શુક્રવારે  જગદીશ વિશ્વકર્મા (મંત્રીએમ.એસ.એમ.ઇ. સહકાર, ગુજરાત સરકાર). સવારે 11કલાકે તેમજ   રાઘવજીભાઈ પટેલ (મંત્રી એગ્રીકલચર એન્ડ એનિમલ હસબન્ડરી, ગૌ સંવર્ધન ) બપોરે 2 કલાકે એક્સ્પોની મુલાકાત લેશે. તા. 26ને શુક્રવારે  સવારે 10:05થી 10:45 દરમ્યાન ડો. શ્રી  ગૌરવ એસ.દવે (આસી. રિસર્ચ સાઈન્ટીસ, બાયો સા. રી.સેન્ટર , એસ.ડી. એગ્રીકલ્ચર યુનિ. સરદાર કૃષિ નગર) કાઉ ડુંગ ડાયનામીક તથા શ્રી દિલીપભાઈ સખીયા (ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, કાલાવડ) પાણી અને ગાય ગોબર વિષયક સેમિનાર સંબોધશે.

10:45થી 11:15 દરમ્યાન  રામાવતારસિંગ (ડેવલોપમેન્ટ કમિ. એમ.એસ.એમ.ઇ.) એન્ડ કેન્દ્રીય એમ.એસ.એમ.ઇ. મિનિસ્ટ્રી સરકારી સહાય વિતરણ વ્યવસ્થાની જાણકારી, માર્ગદર્શન આપશે. જ્યારે 11:15થી 11:45 સુધી ડો. શ્રી શિવદર્શન મલિક, શ્રી ભીમરાજ શર્મા,  ધીરજ ભાલાણી,   દેશમુખ (અક્ષય ફાર્મા) અને  ભાગ્ય  ભાખરે સક્સેસ સ્ટોરી વર્ણવશે. 11:45થી 12:15 દરમ્યાન પ્રશ્નોતરી સમય અને તેનું સમાધાનનું સેશન રાખવામાં આવ્યું છે.

બપોર બાદના સેશનમાં 3:20થી 4 કલાક સુધી ડો. હિતેશ જાની ( રીટા. પ્રિ. ગુજરાત આયુ યુનિ. જામનગર) ડેરી અને બાયો-ગોલ્ડ વિષયક તથા ડો. કે.કે. આહુજા (એસો.પ્રો. ડેરી. ટેકનોલોજી ડિપા. કામધેનુ યુનિ. અમરેલી), ગાયના દૂધ અને પારંપરિક ડેરી પ્રોડક્ટ્સ વિશે જાણકારી આપશે. સાંજે 4થી 4:30 સુધી ફાઇનાન્સિયલ સ્પોર્ટ સિસ્ટમ વિષયક માહિતી તેમજ સાંજે 4:30થી 5:30 દરમ્યાન   દિલીપ સખીયા (ગીર ગોલ્ડ) અને શ્રી કયુમભાઈ બ્લોચની સક્સેસ સ્ટોરી તેમજ સવાલ-જવાબનું સેશન યોજાશે. સાંજે 6થી 7  કૃષ્ણ મુરારી સ્વામી (ઇસ્કોન વૃંદાવન) ગૌ સેવા પર પ્રવચન આપશે.

રાત્રે 8:30થી રાજુભાઇ ભટ્ટ અને તેની ટિમ સંગીત સંધ્યામાં ગૌ ગીતોની જમાવટ કરશે. ઉક્ત કાર્યક્રમને સફળ બનાવવામાં રમેશભાઈ ઘેટિયા, મિતલ ખેતાણી, રમેશભાઈ ઠક્કર, ચેતનભાઇ રામાણી, ભાનુભાઈ મેતા, અતુલભાઇ ગોંડલીયા, રાજુભાઇ ધારૈયા, નિલેશભાઈ શાહ, બિહારીદાન ગઢવી, કુમારભાઈ શાહ, પ્રભાતભાઇ ડાંગર, કાળુ મામા લલિત વડેરીયા, અરૂણભાઈ નિર્મળ કાબરીયાસહેબ ,  રમેશભાઈ ઉઘાડ, અરવિંદભાઈ સોજીત્રા, પ્રવીણભાઈ પરસાણા, શશીભાઈ જોશી, મનોજભાઈ મારુ, ભરતભાઈ રબારી, વિનોદભાઈ કાછડીયા, ધર્મેશ મકવાણા, દિલીપભાઈ કલોલા, ગુણવંતભાઈ ભટ્ટ, નયનાબેન મકવાણા, નયનાબેન પેઢડીયા, મનીષભાઈ ભટ્ટ, માધવભાઈ દવે, વિશાલભાઈ ચાવડા, વરસ પારમાર, વિજયભાઈ કારીયા, નિલેશ દોશી સહિતની ટિમ ભારે જહેમત ઉઠાવી રહી છે તેમ અરુણભાઈ નિર્મળની યાદીમાં જણાવાયું છે.

ગૌ ટેકને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે: મિતલભાઇ ખેતાણી

ગૌટેક એક્સપોના આયોજક મિતલભાઇ ખેતાણી અબતકને જણાવે છે કે,ગૌ ટેકને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.માત્ર રાજ્ય કક્ષાએ નહીં પરંતુ વિશ્વકક્ષાએ માત્ર ગાય આધારિત ઉદ્યોગો માટેનો સર્વપ્રથમ પ્રયોગ સફળ થયો છે.રાજકોટની ધર્મ પ્રેમી-ગૌ પ્રેમી જનતાએ એક્સપોને અભૂતપૂર્વ સફળ બનાવ્યો છે.200થી પણ વધારે સ્ટોલ ગૌ ટેકમાં છે અને હજારો લોકો આ એક્સપોની મુલાકાત લેવાના છે.વૈશ્વિક સ્તરના ગૌ આધારિત ઉપયોગકારોના અહીં સ્ટોલ છે તથા દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમની વણઝાર થવાની છે જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.

એક્સપોથી એક્ઝિબીટર અને ખેડૂતોને ફાયદો:જય અકબરી

અબતક સાથેની વાતચીતમાં ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના જય અકબરી જણાવે છે કે તમે ખેડૂતો માટેનું રોટાવેટર મગફળી સાફ કરવાના મશીન નાના ખેડૂતો માટે ઓરણી વગેરે જેવી વસ્તુઓનું તમે ઉત્પાદન કરીએ છીએ ખેડૂતોને પણ ફાયદો થવાનો છે આ એક્સપોથી વિવિધ પ્રકારની પ્રોડક્ટની ખેડૂતોને માહિતી મળે છે આ એક્સ્પોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે પ્રથમ દિવસે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા.

લોકોને સારી પ્રોડક્ટ આપી એ અમારૂ લક્ષ્યાંક:કરણભાઈ પટેલ

સાર્થક સાત્વિકના કરણભાઈ પટેલ ને જણાવે છે કે,લોકોને સારી પ્રોડક્ટ આપી એ અમારું લક્ષ્યાંક છે.જેથી અમે ભાલ પ્રદેશમાં તમારો પ્લાન્ટ સ્થાપ્યો છે જેનું કારણ છે કે તેટલા ક્ષેત્રમાં હજુ લોકો ઘણા પછાત છે વર્ષો જૂની પરંપરાથી તેઓ ખેતી કરતા આવ્યા છે અને ત્યાંની ગાયો રોજ આશરે આઠ કિલોમીટર ચાલે છે જેથી ત્યાંની ગાયોનું દૂધ ખૂબ સારું કહેવાય અમે ત્યાં પ્લાન્ટમાં દૂધ લાવીએ છીએ અને તેને પ્રોસેસ કરી ગાયનું ઘી,છાશ માખણ વગેરે બનાવીએ છીએ.

અમારી દ્રષ્ટિએ એક્સ્પોનું ઉત્તમ આયોજન:કમલેશભાઈ સાવલિયા

અબતક સાથેની વાતચીતમાં બોક્સજોન્સ પેકેજીંગના કમલેશભાઈ સાવલિયા જણાવે છે કે, અમે પેકેજીંગ ક્ષેત્રે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છીએ દિવાળી માટે જે ગિફ્ટિંગ જોઈતા હોઈએ છીએ ફેન્સી વગેરે જેવી વેરાઈટીઓ અમે આપીએ છીએ આ માં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તથા આયોજનની દ્રષ્ટિએ ઉત્તમ આયોજન અને મેનેજમેન્ટ કરેલું છે ગૌ આધારિત વસ્તુઓ પ્રમોટ કરવા માટેનો એક ખૂબ સારો અવસર છે.

ખાસ ચાપ કટર મશીનમાં અમારી સ્પેશિયાલીટી:વિક્રમભાઈ સીરોડીયા

અબતક સાથેની વાતચીતમાં વિશ્વાસ આયર્ન વર્ક્સના વિક્રમભાઈ સીરોડીયા જણાવે છે કે, ખેડૂતોને ઉપયોગી મશીનનું અમે ઉત્પાદન કરીએ છીએ.ખાસ ચાપ કટર મશીનમાં અમારી સ્પેશિયાલીટી છે જેમાં અમે 1ઇંઙ થી 100ઇંઙ સુધીના મશીન બનાવીએ છીએ.હાલ અમે નવું પ્રોડક્ટ લાવ્યા છીએ જે ગોબર સ્ટીક મશીન છે.જેમાં ગાયનું ગોબર નાખો એટલે એક સ્ટીક બનીને બહાર આવે છે એવી જ રીતે અલગ અલગ ખેડૂત ઉપયોગી સાધનો અમે બનાવીએ છીએ.

અમારી પ્રોડક્ટ એક્સ્પોમાં લોકોને ખૂબ પસંદ પડી:મહર્ષિ પુરોહિત

અબતક સાથેની વાતચીતમાં દાદા ઓર્ગેનિક લિમિટેડના મહર્ષિ પુરોહિત જણાવે છે કે,અમને ખૂબ ફાયદાકારક નિવડિયો છે.હાલ આ ગૌટેક એક્સપોમાં અમે એક અમારું ઉત્પાદન પ્રમોટ કરી રહ્યા છીએ જે એક દુખાવા માટેનું ઓઇલ છે,જેમાં દરેક પ્રકારના દુખાવામાં રાહત મળે છે.સાંધાનો દુખાવો,મણકાનો દુખાવો,વાનો દુખાવો,સાયટીકા નો દુખાવો વગેરે દુખાવામાં માટે અમારું આ ઓઇલ રાહત આપે છે તથા ખાસ મની બેક ગેરંટી સાથે અમે આ પ્રોડક્ટ આપી રહ્યા છીએ.