Abtak Media Google News

કાલે રાજુભાઇ ગઢવીનો હસાયરો: રવિવારે ગૌ આધારીત ઓર્ગેનિક ખેતી માટે ખેડુતોનું સંમેલન

શહેરની ઉત્તર-પશ્ર્ચિમ ભાગોળે જામનગર હાઇવે નવા ક્રિકેટ સ્ટેડીયમ ખંઢેરી સામે આવેલ શ્રીજી ગૌશાળા ખાતે ગઇકાલે ૧૮૦૦ ગૌમાતાની સવાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નો પ્રારંભ થયો હતો. કથા પ્રવકતા તરીકે દેશ-વિદેશમાં વિખ્યાત અને પરમ વિદ્વાન એવા વૈષ્ણવાચાર્ય ગૌ શ્રી દર્શનકુમારજી મહોદય પરીવાર સાથે પધાર્યા હતા. અને રસપાન કરાવ્યું હતું. ત્રણ મુખ્ય યજમાનો સાથે ૧૦૮ પોથીજીના સેંકડો પરીવારોની મનોરથી સાંકળ સાથેના ભાગવત સાપ્તાહનો પ્રારંભ કરાવામાં આવ્યો હતો. આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યજ્ઞમાં વિરાટ ડોમ સાથે ત્રણ અલગ અલગ સ્તરની બેઠક વ્યવસ્થા સાથે આચાર્ય પીઠ સ્ટેજ અને ૧૦૮ પોથી પાટલાઓને દિવ્ય શણગારથી સમજાવવામાં આવ્યા છે.

તદઉપરાંત સાત દિવસ ચાલનારા આ કથામાં શ્રોતાજનો માટે ઉત્તમ બેંઠક વ્યવસ્થા તેમજ કથા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે. ગઇકાલે બપોરના ૩.૩૦ કલાકે શ્રીજી ગૌશાળા ખાતે થી પોથીયાત્રા નીકળી હતી. તેમજ ત્યારબાદ પોથીયાત્રા ખંઢેરી સ્ટેડીયમ સુધી ફરી તેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અને તેમાં સાફાધારી યુવાનો ઘોડેસ્વાર, છડીદાર ઘોડા, બગ્ગી બેન્ડબાજા સહીતના કાફલા સાથે મુખ્ય પોથીજી ૧૦૮ પાથીજીની દિવ્ય શોભાયાત્રા નીકળી હતી.

૪ વાગ્યાની આસપાસ પરમ વિદ્વાન એવા વૈષ્ણવાચાર્ય ગો. દર્શનકુમારજીએ તેમજ ગોંડલના (રામમંદીરના) સંત શીરોમણી પૂ. હરિચરનદાસજી

બાપુના હસ્તે દિપ પ્રાગટય કરી કથાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. દર્શનકુમારજી મહોદયનો સંપૂર્ણ પરિવાર બિરાજીત વૈષ્ણવોને ધર્મબોધ આપતા વિધિવત કથાનો પ્રારંભ કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે ગૌ માતાની દિવ્ય ભૂમિમાં મને પ્રથમ વખત કથાનો રસપાન કરવાનો મોકો મળ્યો છે. અને હું આને મારુ પરમ સૌભાગ્ય માનું છું.

અત્યાર સુધીમાં બે ઘણી વાર કથાનું રસપાન કરાવ્યું છે. પરંતુ આ વખતે

૨૦૦૦ ગૌ માતાની હાજરીમાં રસપાન કરાવ્યું મારુ અહો ભાગ્ય છે ગાય માતા વિશે રસપાન આપતા તેઓએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિનું પ્રાણ છે. ગૌ ધન, ગૌ સ્પર્શ, ગૌ પુજન એટલું જ નહીં પરંતુ ગૌ-દર્શન કરવાથી જ જીવનના સમસ્ત પાપ દુર થાય છે ગાય માતા ભારતીય સંસ્કૃતિની આધારશીલા અને પ્રાણ પ્રતિક છે.

સાત દિવસ ચાલનાર કથામાં ર૩મીએ રાત્રીના સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ લોકસાહિત્ય અને હાસ્તકલાકાર રાજુભાઇ ગઢવીનો ડાયરો અને હસાયરો રાખવામાં આવ્યો છે.

ર૪મીની સવારે ૧૦ વાગ્યે ગૌ આધારીત ઓર્ગેનિક ખેતી માટે ખેડુતોનું સંમેલન પણ યોજવામાં આવ્યું છે.

જેમાં જાણીતા તજજ્ઞો ખેતી વિશે માગદર્શન આપનાર છે. આ ભાગવત સપ્તાહનો ગઇકાલથી પ્રારંભ થયો હતો જેમાં કડી અમદાવાદ સુરતના વૈષ્ણવાચાર્ય ગૌ દામોદર લાલજી મહારાજ શ્રી વિજયકુમાર ગો શ્રી હરિરાયજી તેમજ પ્રવકતા ગો શ્રી દર્શનકુમારજી મહોદયશ્રી નો સંપૂર્ણ પરિવાર બીરાજી બહોળી સંખ્યામાં હાજર રહેલા વૈષ્ણવોને ધર્મબોધ કયા હતા.

શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી પ્રભુદાસભાઇ તન્નાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ મહાયજ્ઞ કરવા પાછળનો મુખ્ય હેતુ કે લોકો ગાયથી વિશેષ પરિચિત થાય ઘરે ઘરે ગાય બંધાય અને ગામડાના ખેડુતો માલધારીઓ ગાય આધારીત ખેતી કરતા થાય તેના માટેનો એક નમ્ર પ્રયાસ છે. આજે ૧૦૮ પોથી પધરાવી છે. તેમજ આજથી કથાનો પ્રારંભ થયો છે. અને સાત દિવસ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથા શ્રવણની સાથે સાથે શ્રીજીના દર્શન અલગ અલગ પ્રસંગોપાત કરાવવામાં આવશે. આવતીકાલે રાત્રે રાજુભાઇ ગઢવીનો હસાયરો તેમજ ર૬મીએ લોકગાયક નિરંજન પંડયા લોકગીતનું રસપાન કરાવશે.

મુખ્ય મનોરથી અમીત રુપારેલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ભાગવત મહાયજ્ઞનું આયોજન વિશાળ સ્વરુપમાં કરવામાં આવ્યું છે. જે ગૌ માતાના લાભાર્થે  કરવામાં આવ્યું છે. આનો લાભ ૧૦૮ પરીવારને મળે છે. રાજકોટમાં ૧૦૮ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ ઘરે ઘરે હોય તેવું લાગી રહ્યું છે.

ગૌ માતાના પાંટાગણની અંદર ખૂબ જ મોટો અવસર અત્યાર સુધી કંપાય જ થયો નથી. દેશ વિદેશમાં પણ આ મહાયજ્ઞનો ડંકો વાગી રહ્યો છે. શ્રીજી ગૌશાળાના કમીટી સભ્યો પ્રમુખ સ્થાન વિના છેલ્લા રપ વર્ષથી આવી અદભુત પ્રવૃતિ કરી રહ્યા છે. આ યજ્ઞમાં દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે અલભ્ય લાહવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.