Abtak Media Google News

રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાએ અબતક મીડિયા સાથે આજે ખાસ વાતચીત કરી હતી.લોકડાઉન દરમ્યાન અનેક ગૌ શાળાઓ ઘાસચારાના અભાવને કારણે બંધ થઈ છે ત્યારે સૌરાષ્ટ્રની તમામ ગૌ શાળામાં ક્યારેય પણ ઘાસચારાનો અભાવ ન થાય તે માટે સૌરાષ્ટ્રમાં ઘાસચારા માટે ઘાસ બેંક સ્થાપવા માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ વિચારણા કરી રહી હોવાનું ડો.વલ્લભભાઈ કાથીરીયાએ જણાવ્યું હતું . આવનારા દિવસોમાં જંગલ ખાતાના અધિકારીઓ સાથે બેઠક કરીને એક કાઉ સેન્ચ્યુરીની પણ સ્થાપના કરવામાં આવશે.જંગલ ખાતાની નોન યુઝ જગ્યામાં એક ઘાસબેંક બનાવી રસ્તે રઝળતી ગાયોને ત્યાં રાખવામાં આવશે તેમજ તેમની માવજત કરવામાં આવશે.

પ્રશ્ન – લોકડાઉન દરમ્યાન અનેક ગૌશાળા બંધ થઈ છે તેમજ હજુ પણ ઘાસચારા ને કારણે કફોડી હાલતમાં છે,સૌરાષ્ટ્રમાં ઘાસચારા બેંક હોવી જોઈએ ?

જવાબ – લોકડાઉનમાં ગૌ શાળા અને પાંજરાપોળ નું ડોનેશન ઓછું થયું છે.ગૌ શાળા અને પાંજરાપોળ ને સ્વાવલંબી બનાવવા ગાયના ગોબર તેમજ ગૌ મૂત્ર માંથી કઈ રીતે આવક ઉભી થાય તે માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ પ્રયત્ન કરી રહ્યું છે.હાજરો એકર જમીન ગૌ ચરની પડી છે તેમાં ઘાસચારો પેદા કરવાના કામો ગુજરાતમાં કરવામાં આવ્યા છે.આ કામને રાષ્ટ્રવ્યાપી બનાવવાના કામો આયોગ કરી રહ્યું છે.જેમ ગોબર બેંક શરૂ કરી છે તેમ ઘાસચારા માટે ઘાસ બેંક બનવાવા વિચારણા કરી રહ્યા છીએ.જંગલ ખાતા મળી ને ઘાસચારા વ્યાજબી ભાવે મળે તે માટે પણ વિચારણા ચાલી રહી છે.

પ્રશ્ન – જંગલ ખાતા પાસે હજારો એકર જગ્યા છે , રાષ્ટ્રીય કામધેનુ આયોગ ઘાસચારાનો હિસાબ માંગશે ?

જવાબ – જંગલ ખાતામાં જેમ લાયન સેન્ચુરી હોઈ છે તે રીતે જ જંગલ ખાતાની અનેક જમીનો છે.તે જમીનોમાં ગાયોને મુક્ત વાતાવરણમા રહેવા મળે અને જ્યાં સુધી ગાયોનું જીવન છે ત્યાં સુધી જંગલખાતાની જમીનમાં ખાવા, પીવા રહેવા માટેની તમામ વ્યવસ્થા થઈ શકે તે માટે મિટિંગ થઈ ચૂકી છે અને વિચારણા ચાલુ છે. એક કાઉ સેન્ચુરી બને તે માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે.

પ્રશ્ન – ગાયનું દૂધ મોંઘું બની રહ્યું છે, ગરીબ માણસ ગાયનું દૂધ પી શકે તે માટે આયોગ દ્વારા શું વ્યવસ્થા ?

જવાબ – વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો આપણે દેશ છે.આપણા દેશમાં દૂધની નદીઓ વહે છે.જેમની ગાય હોઈ તે ગૌ ધન તરીકે ઓળખાય છે.તમામ ગરીબો સુધી ગાયનું દૂધ પોહચે તે માટે જે ગાયો છે તેમની સંખ્યા કઈ રીતે વધે તેમજ જે ગાયો દૂધ આપી રહી છે તેમાં વધુ માત્રામાં દૂધ આવે તે પ્રયાસો થઈ રહ્યા છે.સૌ પ્રથમ ગાયનું આરોગ્ય જળવાઈ રહે તે માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે .જે ગાયો ૨ લિટર દૂધ આપી રહી છે તે ગાયનું દૂધ ૪ લીટર કેમ થાય અને ૪ લીટર દૂધ આપતી ગાયોનું દૂધ ૮ લીટર કેમ થાય તે દિશા તરફ પ્રયત્ન ચાલી રહ્યા છે.બેસ્ટ ક્વોલિટીના સાંઢ દ્વારા ગાય ને વાછળી આવે તે પ્રકારના પણ પ્રયાસો ચાલી રહ્યા છે.પોષણ, આરોગ્ય અને જીનેટિક ઈંપ્રુમેન્ટ આ ત્રણેય પ્રયત્નો દ્વારા ગાયનું દૂધ વધે તો ભાવ પણ ઘટશે અને સારી ગુણવતા વાળું દૂધ ગરીબ લોકોને મળશે.

પ્રશ્ન – કતલખાને જતી ગાયો માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ શું કામગીરી કરે છે ?

જવાબ – ભારત સરકારે ગાયોના સંરક્ષણ સુરક્ષા, ગાય આધારિત ઉદ્યોગ અને ગૌઆધારીત પર્યાવરણ રક્ષા અને ભારતીય પ્રજાતિનું પરીઝર્વેશન થાય તે ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરી , તેમાં ગૌ હત્યા કાનૂન જે રાજ્યોમાં નથી તેવા રાજ્યોમાં ગૌ હત્યા કાનુન કરાવ્યા. ગુજરાત સરકાર, કર્ણાટક સરકાર, યુપી સરકાર , હરિયાણા સરકારે આ કાયદાને વધુ સખ્ત કર્યો છે.હજુ પણ દેશના અનેક રાજ્યોમાં ગાયની ઉપયોગીતાને આધારે ગૌ હત્યા ન થવી જોઈએ તે વાત મન માં લાવી કાનૂન સખ્ત કરે તે બાબતે અમારા પ્રયાસો ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.