Abtak Media Google News

કેરેલા હાઇકોર્ટની તાકીદ ધરણાના પગલે કોઈ બંદરના વિકાસનું કામ અટકવું ન જોઈએ

અદાણી ગ્રુપનું વિઝહિંજામ આંતરરાષ્ટ્રીય સીપોર્ટ પ્રોજેક્ટ હાલ વિવાદમાં જોવા મળી રહ્યું છે. એને લઈ માછીમારો પોતાના જીવ અને પોતાના સાધન સામગ્રી ને લઇ હાલ તેઓ ધરણા પર બેઠા છે. પ્રથમ વખત કેરેલામાં એવી ઘટના બની છે કે જેમાં સીપીએમ ભાજપ અને કોંગ્રેસ એક સાથે આવી સરકારી સચિવ સામે એક થયા છે અને જે વિવાદ વકર્યો છે તેને અંકુશમાં લાવવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.

જિલ્લાના રાજકારણીઓ પછી તે સીપીએમ ના હોય કે ભાજપ ના હોય તેઓએ આ ધારણામાં સહભાગી થયા હતા અને ગવર્મેન્ટ સેક્રેટ વિરુદ્ધ આ અંગે રજૂઆતો પણ કરી હતી જેમાં સ્થાનિક કોંગ્રેસ પાર્ટી  પણ સહભાગી બની હતી. સીપીએમ ના જિલ્લા સેક્રેટરી અનવુર નગાપન અને બીજેપીના જિલ્લા વડા વી.વી રાજેશે ધરણા પર બેઠેલા માછીમારોને સંબોધ્યા હતા આ ધારણામાં હજારો માંથી મારો એક સાથે જોડાયા હતા અને બંદરના વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવા પણ સરકારને રજૂઆત કરી હતી. આજે મુદ્દો વકર્યો છે તે વિઝહિંજામ અને તેના આજુબાજુના વિસ્તારોના લોકોને સ્પરસ્તો હોવાથી ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કેરેલાના રાજકારણમાં પ્રથમ વખત એવી ઘટના બની હશે કે જેમાં સીપીએમ અને ભાજપ એક સાથે કોઈ એક ધરણામાં જોડાયું હોય.

પરંતુ ક્યાંક ને ક્યાંક સૂત્રોનું માનવું છે કે માછીમારોની જે માંગણીઓ છે તેને સરકારે સ્વીકારી લીધેલી છે પરંતુ જૂજ લોકોના કારણે આ ધારણા હજુ બંધ થયા નથી ત્યારે તમામ રાજકીય પક્ષો કે જે ધરણામાં સહભાગી બન્યા છે તેઓએ પોતાની નૈતિક જવાબદારી સમજી દરેક પ્રકારની મદદ કરવાની હાકલ પણ કરેલી છે. કેરાલામાં હાલ સત્તા પર રહેલી એલ.ડી.એફ સરકારે ધરણા પર બેઠેલા લોકોની ઘણી-ખરી માંગણીઓને સ્વીકાર કરી લીધો છે પરંતુ તેઓએ બંદરના ચણતર કામ પર હાલ રોક મુકવાની જે માંગ છે તેને નકારી કાઢી છે અને આ વાતનું સમર્થન કેરેલા હાઇકોર્ટ દ્વારા પણ આપવામાં આવ્યું છે અને તાકીદ પણ કરાવી છે કે ધારણાના કારણે બંદર નું ચણતર કામ કોઈપણ સંજોગોમાં અટકાવી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.