ગુજરાતને કોરોના મુકત કરવા પેજ પ્રમુખોને કામે લગાડતા સી.આર.પાટીલ, ‘મારૂ પેજ કોરોના મુકત પેજ’ મુહીમ શરૂ

0
72

‘મારૂ પેજ કોરોના મુકત પેજ’ મુહીમ શરૂ: સાંસદો ધારાસભ્યોને પોતાના શહેર વિસ્તારમાં 100 બેડના આઈસોલેશન કોવિડ કેર સેન્ટર શરૂ કરવા આહવાન

દિવસેને દિવસે સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. કયાંક બેડની અછત છે તો કોઈ જગ્યાએ ઓકિસજન મેળવવા લોકો કરગરી રહ્યા છે. કોરોના સંક્રમણ વધતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચૂંટણી સમયે નેતાઓ મત માંગવાતો આવ્યા હતા ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં નેતાઓ કયાં ખોવાયા છે. તેવો સૂર લોકોમાં ઉઠ્યો હતો.કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં સમગ્ર દેશ જજુમી રહ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતનાં છેવાડાના માનવી સુધી લોકોને બનતી મદદ કરવા માટે ભારતીય જનતાપાર્ટી કટીબ્ધ બની છે. ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલીકા તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં પેઈજ પ્રમુખ અને પેઈજ સમિતિની રચના કરી જે પ્રકારે જંગી લીડથી ગુજરાતમાં જીત હાંસીલ કરી હતી તે જ પ્રકારે કોરોનાને કરાવવામાટે અને લોકોને બનતી મદદ કરવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ મેદાને ઉતર્યા છે. સી.આર.પાટીલે સમગ્ર ગુજરાતના દરેક શહેરો અને ગામડાઓનાં તમામ પેજ પ્રમુખોને મારૂ પેજ કોરોના મૂકત પેજ બને તે માટે બનતા પ્રયાસ કરવા આદેશ કર્યા છે. દરેક શહેરમાં પેજ સમિતિનાં સભ્યોને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ એનજીઓ સાથે મળી વધુમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાવી વધુને વધુ લોકોને મદદ કરવા માટે હાંકલ કરી છે.સી.આર.પાટીલે ભારતીય જનતાપાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને વોર્ડ વાઈઝ નાની નાની બાબતો પર ધ્યાન રાખી ભોજન વ્યવસ્થા સહિત તમામ રીતે મદદ માટે તૈયાર રહેવા અપીલ કરી છે. તેમજ પ્રદેશ કક્ષાઓ હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવશે.તેવી જાહેરાત પણ કરી છે.

સમગ્ર ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કેટલાબેડ ખાલી છે. કેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ છે. તેની માહિતી દર કલાકે મળે તેવી વ્યવસ્થા સંગઠન લેવલે ઉભી કરવા માટે પણ તાકીદ કરી છે.

તમામ ધારાસભ્યો, સાંસદો 100 બેડના આઈસોલેશન કોવીડ કેર સેન્ટર શરૂ કરાવે :સી.આર.પાટીલ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સમગ્ર ગુજરાત ભરમાંથી સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી તમામ ધારાસભ્યો અને સાંસદોને 100 બેડના આઈસોલેશન, કેવીડ કેર સેન્ટર શરૂ કરી લોકોની બનતી મદદ કરવા આહવાન કર્યું છે. તાજેતરમા જ જસદણ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતુ. તેવી જ રીતે સમગ્ર ગુજરાતમાં ઓકિસજન બેડ વાળા સેન્ટરો પણ શરૂ થાય તે માટે કમરકસવા નેતાઓને અપીલ કરી છે.

રાજકોટને કોરોનામાંથી ઉગારવા ભાજપ મેદાને, કાલથી 600 બેડ કાર્યરત: નિતિન ભારદ્વાજ

પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજે અબતક મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટ શહેરમાં કોરોનાની પરિસ્થિતિને પહોચી વળવા સરકાર બનતા પ્રયાસો કરી રહી છે. આજે સાંજે છ વાગ્યે ભાજપ કાર્યાલય ખાતે તમામ વોર્ડના પ્રમુખ પ્રભારીઓ સાથે કોરોનાની પરિસ્થિતિ બાબતે જરૂરી સુચનો આપવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પેજ પ્રમુખો રાજકોટના છેવાડાના લોકો સુધી મદદમાટે પહોચે તેવો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે. કોરોનાની આ મહામારીમાં હાલમાં પરિસ્થિતિ વિકટ હોય લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે તેમજ વધુને વધુ હાથ સેનીટાઈઝ કરી પોતાનું તથા પરિવારનું જીવન બચાવે તે મહત્વનું છે.નિતિનભાઈએ વધુમાં જણાવ્યું હતુ કે, રાજકોટમાં સૌ.યુનિ.માં 400 બેડ તથા પારડી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ ખાતે 200 બેડ સહિત કુલ 600 બેડ કાર્યરત થશે. લોકો વધઉ પેનીક ન થાય તે માટે અપીલ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here