Abtak Media Google News

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રંગીલા રાજકોટમાં હસ્તકલા યોજના અને પ્રાર્થના સહિયર મહિલા મંડળના સંયુકત ઉપક્રમે આજથી 31 ઓકટોબર દરમિયાન રૈયા રોડ પર દિવાળી સ્પેશ્યલ એકિઝબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હસ્તકલા સેતુ, યોજના અંતર્ગત ટ્રેનીંગ લેનાર 10 તથા સંસ્થા સાથે જોડાયેલી મહિલાઓએ ભાગ લીધો હતો. દિવાળીને લઇ ગુહ સુશોભનની વસ્તુઓ તોરણ, દિવડા, રંગોળીના કલરો, જવેલરી, કપડા સહિતની અનેક વસ્તુઓનું વેચાણ થઇ રહ્યું છે. આજથી શરુ થયેલ એકિઝબીશનમાં બહોળી સંખ્યામાં લોકો ખરીદી કરવતા જોવા મળ્યા હતા.

ત્રિદિવસીય એકઝબીશનમાં વધુમાં વધુ લોકો લાભ લે તેવી આશા: ગીરીશ જોષી

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન હસ્તકલા સેતુ યોજનામાં ડિસ્ટ્રીક લીડ તરીકે કાર્ય કરતાં ગીરીશ જોષીએ જણાવ્યું હતું કે કમીશ્નરની કુટીર અને ગ્રામ ઉઘોગ વિભાગ દ્વારા હસ્તકલા સેતુ યોજનાનું અમલીકરણ રાજકોટ જીલ્લામાં થઇ રહ્યું છે. તેના ભાગરુપે પ્રાર્થના સહિયર મહિલા મંડળના સંકલનમાં રહી પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરેલ છે.

આ એકિઝબીશનમાં ભાગ લેનાર તમામ બહેનોએ જાતે બનાવેલ વસ્તુઓ છે. અને તેનાથી તે તમામ બહેનોને રોજગારી પ્રાપ્ત થાય તેવા ઉદેશ્યથી અમે પ્રદર્શન વેચાણ મેળાનું આયોજન કર્યુ છે.

આ વખતે દિવાળી સ્પેશ્યલમાં ગૃહ શુશોભનનીવસ્તુઓ દિવડા, તોરણ, માચીમાંથી બનાવેલ વસ્તુઓ, રંગોળી કલરો, કપડાં, જવેલરી સહિતની વસ્તુઓ ઉપલબ્ધ છે. અને આ ત્રીદિવસીય એકિઝબીશનમાં વધુને વધુ લોકો લાભ લે તેવી આશાં છે.

બહેનો પગભર થઇ શકે તે એકિઝબીશનનો મુખય ઉદેશ્ય: પ્રભાબેન પારઘી

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પ્રાર્થના સહિયર મહિલા મંડળના પ્રભાબેન પારઘીએ જણાવ્યું હતું કે અમારું મહિલા મંડળ છેલ્લા સાત વર્ષથી મહિલાઓ માટે કાર્ય કરતી સંસ્થા છે. જેના ભાગરુપે વર્ષ દરમિયાન મહિલાઓ દિકરીઓએ બનાવેલ વસ્તુઓનું એકિઝબીશન રાખ્યું છે. આજ 29, 30, 31 ત્રિ દિવસીય આયોજન રૈયા રોડ પર કરેલ છે.

હસ્તકલા સેતુ યોજનાના દર આટિસ્ટોએ પણ આ વેચાણ મેળામાં ભાગ લીધો છે. જેમાં બહેનો કેવી રીતેવેપાર કરી શકે અને પગભર થઇ શકે તે મુખ્ય ઉદેશ્ય સાથે આયોજન કરેલ છે.

દિવાળી તહેવારને અનુલક્ષીને દિવાળી સ્પેશ્યલ એકિઝબીશનનું આયોજન થયેલ છે જેમાં ગૃહ શુશોભનની વસ્તુઓ હેન્ડમેડ જવેલરી દિવડા સહીતની વસ્તુઓ છે અમારા  એકિઝબીશનને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.