Abtak Media Google News

ભાઇ-બહેનનો ખાસ તહેવાર એટલે કે રક્ષાબંધન. આ દિવસે બહેનો વિવિધ પ્રકારની રાખડીઓ ભાઇઓને બાંધે છે જો તમે તમારા ભાઇને પોતાના હાથે બનાવેલી રાખડી બાંધવા ઇચ્છો છો તો આજે અને રાખડી બનાવવા માટે કેટલાક આઇડિયા આપીશું.

  •  મોરવાળી રાખડી :

મોરવાળી રાખડી તમને દુકાનમાંથી તેની ડિઝાઇન મળી જશે તો તમે ઇચ્છો તો મોરપીંછમાંથી પણ મોર બનાવી શકો છો. આ મોરપીંછને બે મોટી કેનવાસ વચ્ચે પર લગાડવવાથી રાખડીનો દેખાવ ખૂબ જ સુંદર આવશે.

  • સ્વસ્તિક રાખડી :

સ્વસ્તિક એક હિંદુ ધર્મનું પ્રતિક છે તેમજ સ્વસ્તિકની ડિઝાઇન બજારમાં સરળતાથી મળી આવે છે પણ ધ્યાન રાખો કે સ્વસ્તિક લાલ રંગનું  જ હોય અને તેની મદદથી શાનદાર રાખડી બનાવી શકો છો.

  •  ઓમ વાળી રાખડી :

આપણા શાસ્ત્રોમાં ઓમનું ઘણુ મહત્વ છે અને તેને પવિત્ર શબ્દ માનવામાં આવે છે તેમજ તમે ઘરે પણ ઓમ બનેલી રાખડી બનાવીને આ પવિત્ર સંબંધને વધારે પવિત્ર બનાવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.