- ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત અને આયુષ બદોની સહિતના ખેલાડીઓ મેદાને ઉતરશે: લીગ મેચ બન્ને સૌરાષ્ટ્ર અને દિલ્હી માટે મહત્વું સાબિત થશે
રાજકોટમાં કાલથી રણજી મેચ રમાશે.ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં હાર અને નબળા પરફોર્મન્સ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તમામ ખેલાડીઓ જે હાલ ક્રિકેટના અન્ય ફોર્મેટ ન રમતાં હોય તેને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લેવા જણાવ્યું છે. તેથી હવે કાલથી શરૂ થનાર રણજી ટ્રોફીમાં સ્ટાર ખેલાડીઓ પરસેવો પાડશે અને મેદાને ઉતરશે.રાજકોટમાં ફરી ક્રિકેટ ફીવર જામશે.રણજી ટ્રોફી ટુર્નામેન્ટ જે ઓકટોબર નવેમ્બર 2024 માં શરૂ થઈ હતી તેને વચ્ચે ઓસ્ટ્રેલિયા સીરીઝ હોવાથી બ્રેક કર્યા બાદ ફરીથી શરૂ કરાઇ છે, જે એક શિડ્યુલના ભાગરૂપે જ નિર્ણય લેવાયો હતો. રણજી ટ્રોફીના હવે કાલથી શરૂ થશે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે મેચ રાજકોટમાં આવતીકાલથી રમાશે. નિરંજન શાહ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સી પર 23 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રણજી મેચ રમાશે, જેમાં સૌરાષ્ટ્ર તરફથી રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ રમશે તો દિલ્હી તરફથી રિષભ પંત પણ રણજી મેચમાં જોવા મળશે.લીગ મેચ બન્ને સૌરાષ્ટ્ર અને દિલ્હી માટે મહત્વું સાબિત થશે. આ મેચ બાદ જે જીતશે તે આગળ કવોલીફાય થવાના ચાન્સ વધી જાય છે. આ જ રીતે જાડેજા, પૂજારા, પંત જેવા ખેલાડીઓ પણ પોતાનું ફોર્મ પાછું લાવવા મેહનત કરશે. રિષભ પંત આ મેચમાં પ્લેયર બનીને રમશે, તે કેપ્ટનશિપ નહિ કરે, કેપ્ટન આયુષ બડોની જ રહેશે. દિલ્હી તરફથી ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર ઋષભ પંત સૌરાષ્ટ્ર સામેનો રણજી ટ્રોફી મેચ રમશે તે ક્ધફર્મ થયું છે. દિલ્હી ટીમ અને ઋષભ પંત લગભગ 21મીએ રાજકોટ આવી પહોંચ્યો હતો. જો કે આ મેચમાં વિરાટ કોહલી દિલ્હી તરફથી રમશે કે નહીં તે જાહેર થયું નથી. પંત છેલ્લે 2017-18 સીઝનમાં રણજી ટ્રોફી મેચ રમ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેણે 28.33ની સરેરાશથી 2પપ રન કર્યાં હતા. બીસીસીઆઈએ દરેક કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓ માટે “શિસ્ત, એકતા અને સકારાત્મક ટીમ વાતાવરણને પ્રોત્સાહન આપવા” માટે 10-પોઇન્ટ માર્ગદર્શિકા જારી કરી હતી.