Abtak Media Google News

૧૮૪૪ થી આંતરરાષ્ટ્રીય મેચો રમાતી પણ સત્તાવાર ઈતિહાસ ૧૮૭૭થી શરૂ થયો હતો ૧૬૬૪માં ૧૦૦ પાઉન્ડ સુધી મર્યાદીત જુગાર રમવા ‘ગેમીંગ એકટ’ ક્રિકેટ મેચ માટે બનાવાયો હતો ૧૭૨૮માં ક્રિકેટના મૂળ નિયમોમાં બેટ બોલ વિકેટ-પીચનો વિસ્તાર, ઓવર-આઉટ કરવાની પધ્ધતિ જેવા નિયમો બનાવાયા ૧૭૪૪માં એલબીડબલ્યુંનો નિયમ ઉમેરાયો હતો

૧૯૩૨-૩૩ની અપ્રસિધ્ધ ‘બોડીલાઈન’ સિરીઝમાં ડગ્લાસ જાર્ડીન અને ડોન બ્રેડમેન જેવા સિતારા ઉભરી આવ્યા હતા ૧૮૮૦ થી ૧૮૯૦ સુધીના ગાળાને ક્રિકેટનો સોનેરી ગાળો કહેવાય છે પ્રથમ વિશ્ર્વ યુધ્ધના ગાળા બાદ ક્રિકેટનો કપરો સમય હતો ૧૮૮૨માં ધ ઓવેલ ખાતે રમાયેલ ઓસ્ટ્રેલિયા ટીમના મેચો ‘ધ એશીશ’ સિરીઝથી ઓળખાયા હતા

પ્રારંભે ઈગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે જ મેચો રમાતા બાદમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝિલેન્ડ જોડાયા હતા ૧૯મી સદીમાં કાઉન્ટી કલબોનો ઉદય થયો પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ યુ.એસ.એ. અને કેનેડાની ટીમ વચ્ચે રમાઈ હતી પહેલા એક ઓવરમાં ચાર બોલ બાદમાં પાંચને પછી છ બોલનો નિયમ આવ્યો ૧૯૪૭થી છ બોલનો નિયમ વૈશ્ર્વિક બની ગયો હતો

1 Piqi D4Dk5Vdoddbioy Lq

ક્રિકેટની રમતનો ઈતિહાસ નિરાળો છે. વિશ્ર્વમાં ફૂટબોલ પછી સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. ૧૬મી સદીમાં તેનો પ્રારંભ થયો ને આજે ૨૧મી સદીમાં કલર ફૂલ કપડામાં યોજાય છે. ૧૮૪૪થી આંતરરાષ્ટ્રીય મેચ રમાતી હતી પણ ૧૮૭૭માં તેનો સતાવાર ઈતિહાસ શરૂ થયો હતો. આ રમત તેના મૂળ સ્થાન ઈગ્લેન્ડથી શરૂ થઈ હતી. વ્યાવસાયિકરૂપથી આજે લગભગ બધા દેશોમાં રમાય છે.

ક્રિકેટ બાળકો દ્વારા શોધવામાં આવેલી રમત ઘણી પેઢીઓ સુધી બાળકોની જ રમત રહી હતી કદાચ ક્રિકેટ રમતે બોલ્સમાંથી ઉત્પન થઈ હોવાનું મનાય છે. ઘણા બધા શબ્દોને પારિભાષિક નામ ‘ક્રિકેટ’ના સંભવિત ઉત્પતિસ્થાન તરીકે જોવાય છે. પહેલા ક્રેકે કહેવાતું આ નામ મધ્ય ડચ ‘ક્રિક’ ઉપરથી આવ્યું હશે જેનો અર્થ છે લાકડી કાંખઘોડી કે ડંડો થાય. બીજાુ સંભવિત ડચ શબ્દ ફિકસ્ટોઈલ હોય શકે. જેનો અર્થ લંબાઈવાળુ નીચુ બાજોઠ થાય જે ચર્ચમાં ઘૂંટણીએ થવા માટે ઉપયોગ કરાતો જે લંબાઈ વાળી નીચી ક્રિકેટની સાથે બે સ્ટેમ્પને મળતું આવે છે. જેનો ઉપયોગ શરૂઆતી ક્રિકેટમાં થતો.

Village Cricket

બોન્ન યુનિવર્સિટીના ગીલ મેસ્ટરના મત પ્રમાણે ક્રિકટ ડચ શબ્દ ‘મેટડે’ ક્રિક કેટ સેન અર્થાત લાકડીની સાથે ભાગો એવો થાય છે. જે રમતના મૂળ જોડાણનું સુચન કરે છે. ૧૫૯૮માં એક શાળાનાં ગ્રાઉન્ડમાં છાત્રો ફેંકે રમ્યા હતા જે કદાચ પ્રથમ ક્રિકેટ મેચ હશે. ૧૬૧૧માં મોટી ઉંમરના પુરૂષો પ્રથમ ક્રિકેટ મેચ રમ્યા હતા ૧૮મીસદીથીઆ રમતને પ્રાધાન્ય મળ્યું ને નાણાનું રોકાણ પણ શરૂ થયું ૧૬૪૮માં મૂલ્કી યુધ્ધ બંધ થયા ત્યારે ફૂટબોલ જેવી વધારે અવાજ વાળી રમતો પર અંકુશ મૂકાયો હતો.

૧૬૬૦માં પૂન: સ્થાપન બાદ ખરેખર ક્રિકેટ આબાદ થયું આ સમયે ક્રિકેટ પર મોટા સટ્ટા રમવા માટે સર્વ પ્રથમ જુગાર ખેલનારાઓને આકર્ષણ ઉભુ થયું ૧૬૬૪માં ૧૦૦ પાઉન્ડ સુધી મર્યાદીત હોડ કરવા ‘ગેમીંગ એકટ’ ૧૯૬૪ કાયદો પસાર કરાયો હતો. અને ૧૭મી સદીના અંત સુધીમાં તો ક્રિકેટ એક મહત્વની જુગાર રમત બની ગઈ હતી. ૧૬૯૬માં સમાચાર પત્રોને લખવાની આઝાદી મળતા સૌ પ્રથમ ક્રિકેટના સમાચારના અહેવાલો છપાયા હતા.

3.Ranjit Singh 1St Cricketer Of India

૧૭મી સદીનાં પ્રારંભે સ્થાનિક નિષ્ણાંતોને વ્યવસાયિક ધોરણે નિયુકત કરી ને પોતાની કાઉન્ટી ટીમો બનાવવા લાગ્યા હતા. બાદમાં એક ટીમ બીજે રમવા જવા લાગી હતી. ઈગ્લેન્ડથી વેસ્ટઈન્ડિઝમાં અને ૧૭૮૮માં ક્રિકેટ ઓસ્ટ્રેલીયામાં પ્રવેશ કર્યો હતો. ૧૯મી સદીના પ્રારંભે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં પણ ક્રિકેટ મેચો શરૂ થઈ ગયા હતા. ૧૭૨૮માં ક્રિકેટના મૂળ નિયમો જેમકે બેટ બોલ વિકેટ પીચનો વિસ્તાર ઓવર આઉટ કરવાની વિગેરે નિયમો અસ્તિત્વમાં આવ્યા નિયમો નકકી કરવા રીચમન્ડ ડયુક અને એલન બ્રોડીકે ‘કરારનો દસ્તાવેજ’ નામનો આલેખ બનાવ્યો હતો ૧૭૪૪માં એલબીડબલ્યુંનો નિયમ ઉમેરાયો હતો.

આજ ગાળામાં અમ્પાયર પ્રથા શરૂ થઈ હતી. નિરપેક્ષ રીતે વિવાદોને ન્યાય આપવા સ્ટાર એન્ડ ગાર્ડર કલબના નિયમો અમલમાં આવ્યા ૧૭૮૭માં એમસીસીની સ્થાપના કરી હતી થોડા સમયમાં એમસીસી સમયે સમયે નિયમો ફેરફાર કરીને વ્યવસ્થિત કાયદાઓ બનાવતી ગઈ હતી.

સમગ્ર ઈગ્લેન્ડમાં આ રમત સતત ફેલાતી ગઈ ને ૧૭૫૧માં યોર્કશાયર ને રમતના પ્રબળ સ્થળ તરીકે ઉલ્લેખ થવા લાગ્યો બોલર્સએ પીચ પકર બોલ નાખવો, લાઈન-લંબાઈ ઝડપમાં ફેરફાર વિગેરેનો તલસ્પર્શી અભ્યાસ થયો. ૧૭૬૦ પછી બોલ્સને જમીનમાં રગડવાનાં મૂળ સ્વરૂપને બદલાવ્યું ૧૭૭૨થી નિયમિત મેદાનમાં સ્કોર બોર્ડ મૂકવાની શરૂઆત થઈ હતી. આ સમયથી ક્રિકેટની રમતનું વિકાસ ચિત્ર સ્પષ્ટ થયું હતુ.

૧૮મી સદીમાં પ્રસિધ્ધ કલબો લંડન અને ડાર્ટફોર્ડ હતી લંડન તેની મેચો આર્ટીલરી ગ્રાઉન્ડમાં રમતુ જે આજે પણ ચાલુ છે એ જમાનામાં ટોપ ખેલાડી તરીકે રીચાર્ડ ન્યુલેન્ડ હતો. બીજી ઘણી પ્રખ્યાત કલબોમાં મેડનહેડ હોર્ન ચર્ચ, મેડસ્ટોન, સેવનોકસ, બ્રોમ્લી, એડીંગટન, હેડલો અને ચર્ટસોમાહતી શ્રેષ્ઠ કલબ હેમ્સશાયરની ‘હેમબ્લેડન’ હતી આજ ગાળામાં ૧૭૮૭માં લોર્ડસ ક્રિકેટ મેદાનનું ઉદઘાટન થયું ત્યાં સુધીમાં લગભગ ૩૦ વર્ષ સુધી ક્રિકેટ રમત આકર્ષણનું કેન્દ્ર હતી.

About Big15998472

હેમબ્લેડમાં ઘણાક્રિકેટરોમાં બેટ્સમેન જોન સ્મોલ અને પ્રથમ મહાન ઝડપી બોલર થોમસબ્રેટ હતો સરેના બોલર એડવર્ડ ‘લમ્પી’ સ્ટિવન્સ હતા જે ફલાઈટેડ બોલ નાખવામાં શ્રેષ્ઠ હતા સાત વર્ષ ચાલેલા યુધ્ધ વખતે ક્રિકેટ સ્થગીત અને સંકટમાંઆવી હતી ૧૮મી સદીમાં ખેલાડી અને નાણા બંનેની અછત ક્રિકેટે ભોગવી છતા ક્રિકેટ જીવંત રહી હતી. ૧૯મી સદીના પ્રારંભે નેપોલિયનની યુધ્ધના પરિસમાપ્તિ સમયે મોટાભાગના ક્રિકેટ મેચો બંધ રહ્યા હતા. જે ૧૮૧૫માં ફરી ધીમે ધીમે શરૂ થઈ હતી. ૧૮૨૦માં ગોળ હાથ ફેરવીને ઝડપી બોલીંગ કરવાની મંજૂરી માટે ઝુંબેશ શરૂ થઈ હતી.

૧૯મી સદી કાઉન્ટી કલબોનો ઉદય અને ક્રિકેટના નિયમો બદલાવ માટે સૌથી મહત્વની રહી ૧૮૪૬માં વિલિયમ કલાર્કે ફરતી ‘ઓલ ઈગ્લેન્ડ ઈલેવન’ની રચના કરી હતી. રેલ નેટવર્ક શરૂ થતા ક્રિકેટના વિકાસને વેગ મળ્યો હતો. ને લાંબા અંતરે એક બીજા ટીમો રમવા લાગી હતી આજ અરસામાં ઓવર આર્મ અને વિઝડન ક્રિકેટર્સનું પ્રથમ પ્રકાશન થયું હતુ પ્રથમ આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમત યુ.એસ.એ. અને કેનેડાની ટીમ વચ્ચે ૧૮૪૪માં રમાઈ હતી જે મેચ ન્યુયોર્કમાં સેંટ જયોર્જના ક્રિકેટ કલબ ગ્રાઉન્ડમાં રમાયા હતા.

૧૮૫૯માં વિદેશ પ્રવાસ ક્રિકેટ ટીમના શરૂ થયા ને ૧૯૬૨માં પહેલી ઈગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. બે મેચ રમાય હતી જેને આપણે અત્યારે પ્રારંભીક ટેસ્ટ મેચો તરીકે ઓળખીએ છીએ ૧૮૮૨માં ધ ઓવેલ ખાતે રમાયેલ મેચો ‘ધ એશીશ’ને જન્મ આપ્યો ૧૮૮૯માં આફ્રિકા ત્રીજા ક્રમનું ટેસ્ટ રાષ્ટ્ર બન્યું હતુ. ૧૮૯૦માં સતાવાર કાઉન્ટી ચેમ્પિયનશીપની ઈગ્લેન્ડમાં રચના થઈ હતી. ૧૮૯૨-૯૩માં ઓસ્ટ્રેલિયાએ શેફફીલ્ડશીલ્ડની સ્થાપના કરી હતી.

આગાળામાં આફ્રિકામાં ન્યુઝિલેન્ડ અને ભારતમાં પણ વિવિધ ટ્રોફીની સ્પર્ધા મેચો રમાયા હતા. ૧૮૯૦માં પ્રથમ વિશ્ર્વ યુધ્ધ ફાટી નીકળતા મેચો બંધ થઈ ગઈ હતી. આ ગાળાને ક્રિકેટનો સોનેરી ગાળો કહેવાય છે. આ સમયે ઘણા મહાન ખેલાડીઓમાં ગ્રેસ વીલફ્રેડ રોહડસ સી.બી.ફ્રાય, કે.એસ.રણજીતસિંહજી અને વિકટર ટ્રમ્પરને ખ્યાતી અપાવી હતી.

૧૮૮૯માં એક ઓવરે ચાર બોલને બદલે પાંચ બોલનો નિયમ આવ્યો હતો. બાદમાં છ બોલતો અમુક દેશોએ આઠ બોલનો નિયમ બનાવ્યો હતો. ૧૯૨૨માં એક માત્ર ઓસ્ટ્રેલિયા દેશમાં જ એક ઓવરમાં છ બોલ હતા બાદમાં તેને પણ ૮ બોલ કર્યા હતા. ૧૯૩૭/૩૯માં સાઉથ આફ્રિકા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાયેલ મેચોમાં પણ ૮ બોલની ઓવર હતી. ૧૯૪૭થી નિયમ વૈશ્ર્વિક બન્યોને એક ઓવરમાં ૬ બોલ નખાયા પાકિસ્તાન પણ આ ગાળામાં જ જોડાયું હતુ. ૨૦મી સદીમાં શ્રીલંકા-ઝીમ્બાબ્વે અને બાગ્લાદેશ પણ ટેસ્ટના રાષ્ટ્રો બન્યા હતા.

૨૦મી સદીમાં ટેસ્ટ ક્રિકેટે સ્પોર્ટસમાં ઉચ્ચતા હાંસલ કરી ૧૯૩૨-૩૩ની અપ્રસિધ્ધ બોડી લાઈન સિરીઝમાં ડગ્લાસ જાર્ડીન અને ડોન બ્રેડમેન જેવા સિતારા ચમકયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.