રાજકોટના બગીચાઓમાં સંભળાશે ખીલખીલાટ….તમામ ગાર્ડન સેનિટાઇઝ કરવા આદેશ

રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આંશિક લોકડાઉનમાં રાહતના ભાગરૂપે શહેરીજનોના ઉપયોગ માટે મહાપાલિકાના તમામ બાગ-બગીચા ખુલ્લા મુકતા પહેલા સેનિટાઈઝ કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભરે અધિકારીઓને સૂચના આપી છે.

તમામ ગાર્ડન સેનિટાઈઝ કરવા સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ અને સેનિટેશન ચેરમેન અશ્વિન પાંભરની અધિકારીઓને તાકીદ

 

કોરોનાના કેસમાં ઘટાડો થતા, આંશિક લોકડાઉનમાં રાહતના ભાગરૂપે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આવતીકાલથી તમામ બાગ-બગીચા સવારે ૬ થી સાંજે ૭ વાગ્યા સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લા રાખવાની છુટ આપવામાં આવી છે. જે અંતર્ગત ર મહાપાલિકા હસ્તકના નાના મોટા અંદાજે ૧૫૩ બાગ-બગીચા આવતીકાલથી સવારે ૬ થી સાંજે ૭ વાગ્યા સુધી શહેરીજનોના ઉપયોગ ખુલ્લા રાખવામાં આવનાર છે. જેના અનુસંધાને આ તમામ બાગ-બગીચાઓમાં આવેલ કસરતના સાધનો, હીંચકા-લપસિયાને તાત્કાલિક સેનિટાઈઝ કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભરે સંબંધિત અધિકારીને સુચના આપી છે.