ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઈ. પ્રતાપસિંહ ઝાલા સહિત 16 પોલિસ કર્મચારી સબ ઈન્સ્પેકટર બન્યાં

રાજયના એચ.સી.પી.સી. અને એ.એસ.આઈ. મળી 3000 કર્મચારી પૈકી 401 પાસ થયા

રાજ્યના પોલીસબેડામાં જેમણે પંદર વર્ષની નોકરી પુરી કરી હોય તેવા કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ, એએઅસાઇ સહિતના કર્મચારીઓ માટે પીએસઆઇ બનવા માટેની મોડ-2ની પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજ્યના  3000 કર્મચારીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 401 કર્મચારીઓ પાસ થતાં તેમને પીએસઆઇ તરીકે પ્રમોશન મળ્યું છે. જેમાં રાજકોટ શહેરના 16પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુ વિગત મુજબ

શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનના ચેતનસિંહ વી. ચુડાસમા, એસઓજીના ભાનુભાઇ  મિયાત્રા,  સુભાષભાઇ વી. ડાંગર, વિજયભાઇ શુક્લા અને ડીસીબીના પ્રતાપસિંહ ડી. ઝાલા, એસીપી ટીમના ચંદ્રસિંહ બી. જાડેજા, સાયબર ક્રાઇમના  જગેન્દ્રસિંહ જાડેજા, બોઘાભાઇ ભરવાડ, ટ્રાફિક બ્રાંચના અજયસિંહ ચુડાસમા, મહિલા પોલીસ સ્ટેશનના હિતેન્દ્રભાઇ ગઢવી, ડીસીબીના દિલીપભાઇ આર. રત્નું, એસીપી ટીમના અશ્વિનગીરી કે. ગોસ્વામી, કુવાડવાના કિશોરભાઇ પરમાર, થોરાળાના જેન્તીભાઈ એસ. ગોવાણી, સીપી કચેરીના પ્રવિણભાઇ જામંગનો સમાવેશ થાય છે.

આ તમામ મોડ રની પરિક્ષામાં ઉતિર્ણ થતાં  સમગ્ર પોલીસબેડા અને મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. શહેર પોલીસ પીએસઆઇ તરીકે હવે અન્ય સ્થળોએ તેમની  નિમણૂંકનો ઓર્ડર નિકળશે.