Abtak Media Google News

રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ સુદ્રઢ બનાવવા અને નાસતા ફરતા આરોપીઓને તાકીદે ઝડપી કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજયના ચાર મહાનગરમાં ખાસ સ્કર્વોડની રચના કરવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો પાયલોટ પ્રોજેકટ અમદાવાદમાં ઝોન-7માં અમલી કરાવવામાં આવ્યા અન્ય શહેરોમાં તબકાબાર સ્કર્વોડ કાર્યરત થઇ જશે તેમ જણાવ્યું છે.

રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખૂન, લૂંટ, ચોરી, ચીલ ઝડપ સહિતના અનડીટેકટ ગંભીર ગુનાની તપાસ કરી ભેદ ઉકેલતી હોય છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની પણ  કામગીરી કરે છે. ગંભીર ગુનો આચરી લાંબા સમય સુધી આરોપી નાસતો ફરતો હોવાથી ભોગ બનનારને ન્યાય મળતો ન હોવાથી આરોપીની સંડોવણી ખુલ્યા બાદ તાત્કાલિક આરોપી ઝડપી શકાય તે માટે ખાસ સ્કર્વોડની રચના કરવાનો ગૃહ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચારેય શહેરના ઝોન મુજબ સ્કવોર્ડની રચના કરી સ્કર્વોડનું સુપરવિઝન સીધુ ડીસીપી દ્વારા કરવામાં આવશે એક પીએસઆઇ અને નવ હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલને નિમણુંક આપવામાં આવશે તેઓ ક્રાઇમ બ્રાન્ચ સમકક્ષ કામગીરી કરી અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલવા ઉપરાંત નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી સ્કર્વોડ દ્વારા કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

અમદાવાદ ઝોન-7માં આ સ્કર્વોડને પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે. અન્ય શહેરોમાં ટૂંક સમયમાં સ્કર્વોડ કાર્યરત થઇ જશે તેમ જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.