“તારા બાપા અને ભાઇ પાસેથી મિલકતમાં હિસ્સો લેતી આવ” તેવું કહી ત્રાસ ગુજારતા સાસરિયા વિરુદ્ધ પરિણીતાની ફરિયાદ

અમદાવાદમાં રહેતા પતિ,સસરા, દિયર, કાકાજી અને નણંદ સામે નોંધાતો ગુનો

પતિ પરિણીતાની બીજા સાથે સરખામણી કરી કેરોસીન છાંટી મરી જવાનું કહેતો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ

છેલ્લા બે વર્ષથી ત્રણ વર્ષના પુત્ર સાથે પિયરમાં રહેતી ખુશ્બુ નામની પરિણીતાએ અમદાવાદ રહેતા પતિ વિજય ઠક્કર, સસરા દીપકભાઇ છોટાલાલ ઠક્કર, દિયર સંજય, કાકાજી સસરા વિનોદભાઇ, નણંદ પ્રતિક્ષા વિક્રમભાઇ છગ સામે ત્રાંસ  ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણવ્યા મુજબ,ખુશ્બુબેનના લગ્ન 7-2016ના રોજ વિજય સાથે થયા છે.

લગ્નના બે મહિના બાદ જ પતિએ મારે તો લગ્ન કરવાની ઇચ્છા જ ન હતી, પરંતુ મા-બાપના આગ્રહથી લગ્ન કરવા પડ્યા છે. ભાઇએ મોકલાવેલા રૂ.30 હજાર પણ પતિ અને સસરાએ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા બાદ પતિએ કહ્યું, તારા બાપા અને ભાઇ પાસેથી રૂપિયા લેતી આવ અને તારા બાપાની મિલકતમાં તારો જે હિસ્સો છે તે લેતી આવ તેમ કહી ત્રાસ આપતા હતા.

ઉપરાંત પોતાની સરખામણી બીજા સાથે કરી મેણાં મારી કહેતા કે કેરોસીનનું ડબલું તૈયાર છે, તારે મરી જવા માટે, બાદમાં પોતાને પિયર મૂકી ગયા હતા. પિયર હતી ત્યારે પતિએ મોબાઇલ ફોન કરી છૂટાછેડા લેવા છે તારી સાથે, તેમજ ભાઇને પણ સોશિયલ મીડિયામાં છૂટાછેડા બાબતે મેસેજ કર્યો હતો. અંતે પત. 7-2019ના રોજ સાસરિયાઓના કહેવાથી પોતાને પુત્ર સાથે પિયર મૂકી ગયા હતા.

ખુશ્બુબેને પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં સસરા દીપકભાઇએ ત્રાસ આપવા માટે પુત્રનું ધાવણ છોડાવી દેવા જીદ કરી હતી. તે વાતમાં દિયરે પણ સાથ પુરાવ્યો હતો. સસરાએ તું કરિયાવરમાં કંઇ લાવી નથી તારા બાપાએ કાંઇ આપ્યું નથી, તું શારીરિક, માનસિક વિકલાંગ છોના મેણાં મારી ત્રાસ આપતા હતા.જેથી અંતે પરણિતાએ કંટાળીને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.