રાજકોટમાં મતદાન દરમિયાન EVMમાં તોડફોડ કરનાર સાત શખ્સો સામે નોંધાયો ગુનો

શહેરમાં વોર્ડ નં. ૧૧ના વાર્બ આવાસ યોજના કવાર્ટરમાં ડો. ભીમરાવ આંબેડકર શાળા નં. ૯માં અજાણ્યા ૭ થી ૮ મોઢે બુકાની બાંધેલા શખ્સોએ બંદોબસ્તમાં રહેલી પોલીસ સાથે બળજબરી કરી વંડી ઠેકી બુથ નં. ૧ થી ૩માં ગેરકાયદેસર રીતે ઘુસી જઇ ’બોગસ વોટીંગ ચાલે છે, બધુ તોડી નાંખો…એવા દેકારા કરી ગાળો બોલી રૂમ નં. રના પ્રિસાઇડીંગ ઓફિસર સાથે ઝપાઝપી કરી ઇવીએમમાં તોડફોડ કરી નુકસાન  કર્યું હતું.

જે બનાવમાં ૨૪ કલાક બાદ તાલુકા પોલીસે ગુનો નોંધી વિડીયો ગ્રાફીના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.આ બનાવમાં  તાલુકા પોલીસે ગેલેકસી પાસે તક્ષશિલા સોસાયટી-૫૧૧માં રહેતાં અને એફએસએલ કચેરીમાં સાયન્ટીફિક ઓફિસર તરીકે ફરજ બજાવતાં ચૈતન્યભાઇ જશવંતભાઇ કથીયા (ઉ.૪૧)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો  સામે લોકપ્રતિનિધ્ધ અધિનિયમ  કલમ અને  ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ ૩-૭ મુજબ ગુનો નોંધ્યો છે. પી.આઈ વી.જે.ધોળાની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.વોર્ડ નં. ૧૧ વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં આવેલી ડો. ભીમરાવ આંબેડકર શાળા નં. ૯૫ના રૂમ નં. રમાં પ્રિસાઇડીંગ ઓફિસર તરીકે ચેતન્ય કથરીયાએ ફરજ ઉપર હતાં. આ બનાવ અંગે ફરિયાદમાં જણાવ્યું હતું કે બપોર બાદ ૩:૫૦ કલાક આસપાસ ૭ થી ૮ જણા મોઢે કપડા બાંધી રૂમ નંબર-૨માં ઘુસી આવ્યા હતાં અને મોટા અવાજે બોલવા માંડ્યા હતાં કે બોગસ વોટીંગ ચાલુ છે, બધુ તોડી નાંખો…આ શખ્સો અપશબ્દો પણ બોલયા હતાં.

તેને રોકવાનો અમે પ્રયાસ કરતાં ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. મતકુટીર પાસે જઈ ઇવીએમ મશીનના બેલેટ યુનિટના વાયરો ખેંચી તેમાં તોડફોડ કરી હતી. તેમજ મશીન નીચે પછાડી દીધુ હતું. ઇવએમ મશીનનું ક્ધટ્રોલ યુનિટ પણ નીચે ફેંકી દીધુ હતું અને બાદમાં આ બધા ભાગી ગયા હતાં. બનાવ અંગે જાણ થતાં ઝોનલ ઓફિસર અને પોલીસ દોડી આવી હતી. પંચરોજ કામ કરતી વેળાએ તોડફોડથી ઇવીએમ મશીનના બેલેટ યુનિટમાં રૂ. ૯ હજારની નુકસાની થઈ હતી. જુના ઇવીએમ શીલ કરી નવા મશીન મુકી ફરીથી સાંજે ૫:૧૫ કલાકે વોટીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ શાંતિપૂર્ણ મતદાન થયું હતું. અજાણ્યા શખ્સોએ કાવત્રુ રચી ગેઇટ બહાર ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓ ઉપર બળવાપરી પોલીસે તેને અટકાવવા છતાં દરવાજો ઠેકી સ્કૂલમાં પ્રવેશી બુથ નંબર-૧ થી ૩માં ગેરકાયદે પ્રવેશ કરી ફરજમાં રૂકાવટ કરી રાડો પાડી ભયનો માહોલ ઉભો કરી ઝપાઝપી કરી તોડફોડ નુકસાની કરી ભાગી ગયા હતાં.