Abtak Media Google News
  • વિવાદીત વસુલાત માટે શોર્ટ કટ તરીકે ફોજદારી કાયદાનો દુરૂપયોગ સમાન
  • રાજકીય દબાણ અને આર્થિક લાભ માટે ગુનો નોંધતી પોલીસ માટે લાલબત્તી સમાન ચુકાદો

સિવિલ  અને દિવાની દાવાની કાર્યવાહીમાં  સમયના  બ્હાના  હેઠળ અરજદારો  શોર્ટકટ  અપનાવી ફોજદારી રાહે વિવાદીત વસુલાત માટે કાયદાનો  દુરૂપયોગ કરી ન શકે તે માટે  કર્ણાટક હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

વધુ વિગત મુજબ પૂણેની શ્રી ગણેશ ટેકસટાઈલ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર (ઈન્ડિયા)ના  મેનેજીંગ ડિરેકટર  વિલાસ દેવરે સામે કોટનની લેણી રકમ વસુલવા  સીબી ગણપતિના   એકિઝકયુટિવ, વાઈસ પ્રેસિડેન્ટ હિંમતસિંગકા દાવો દાખલ કયો હર્તો. પરંતુ  દિવાની કાર્યવાહી પૂર્ણ થવામાં વધુ સમય  લાગે તેમ હોવાથી  સી.બી. ગણપતિએ  સ્થાનિક  હસન ગ્રામીણ પોંલીસ સમક્ષ  ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.જે ફોજદારી ફરિયાદને વિલાસ દેવરે  કર્ણાટક હાઈકોર્ટમાં કવોશીંગ પીટીશન દાખલ કરી હતી.

દેવરે એફઆઈઆરને પડકારી હતી અને કહ્યું હતું કે આ બાબત “સિવિલ” પ્રકૃતિની છે અને ઉમેર્યું હતું કે કંપનીને દલીલ કર્યા વિના તેને આરોપી બનાવવામાં આવ્યો છે. ફરિયાદીએ દલીલ કરી હતી કે આ બાબત સિવિલ પ્રકૃતિ હોવા છતાં, જો આરોપીનું કૃત્ય વિશ્વાસનો ભંગ અથવા છેતરપિંડી સમાન હોય, તો સિવિલ અને ફોજદારી બંને કાર્યવાહી જાળવી શકાય છે.

જસ્ટિસ નાગપ્રસન્નાએ કહ્યું કે ફરિયાદીએ નાદારી અને નાદારી કોડ હેઠળ શરૂ કરેલી કાર્યવાહીને તેના તાર્કિક અંત સુધી લઈ જવી જોઈતી હતી.

“ઉક્ત પ્રક્રિયામાં ઘટાડો કરવો અને વિવાદિત નાણાંની વસૂલાત માટે ફોજદારી કાયદાને ગતિમાં મૂકવો એ ફોજદારી કાયદાનો ઉપયોગ કરવો જોઈએ તે નથી, કારણ કે તે નાણાંની વસૂલાત મેળવવાના શોર્ટકટ તરીકે ફોજદારી કાયદાનો દુરુપયોગ સમાન છે, તે પણ વિના. આઈપીસીની કલમ 406 (વિશ્વાસનો ફોજદારી ભંગ) અથવા 420 (છેતરપિંડી) ની કોઈપણ સામગ્રી છે,” આદેશમાં જણાવ્યું હતું.

ન્યાયાધીશે કહ્યું કે અરજદારે બે વાર મેઇલમાં સંકેત આપ્યો છે કે જો યાર્ન ઉપાડવામાં ન આવે અને ચુકવણી કરવામાં ન આવે, તો તેઓ તેમની આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા તેને ખુલ્લા બજારમાં વેચશે. આથી, ગેરરીતિનો આરોપ સ્વીકારી શકાય નહીં.

સિવિલ અને દિવાની દાવાના કેસ ચાલતો હોય ત્યારે પોલીસ છેતરપિંડી અને ઠગાઇના બહાના તળે આઇપીસી કલમ હેઠળ ગુનો નોંધી ખોટી રીતે કોર્ટ કાર્યવાહીને ડિસ્ટબર કરે છે.

સિવિલના ઘણા બધા કેસમાં પોલીસ રાજકીય અને આર્થિક લાભ માટે ખોટી રીતે ફરિયાદ નોંધે તેના માટે લાલબતી સમાન ચુકાદાથી ઉઘરાણી માટે શોર્ટકટ અપનાવતા ફરિયાદીએ ન્યાય માટે રાહ જોવી પડશે.

લેન્ડગ્રેબિંગની તપાસમાં પોલીસની વધુ પડતી ભૂમિકા યોગ્ય?

વર્તમાન સમયમાં પોલીસ પોતાનો કામ કરવાનો વિસ્તાર છોડીને રેવન્યુમાં પણ ઘુસવા જઈ રહી હોય તેવા અનેક આક્ષેપો ઉઠ્યા છે. એવા આરોપ લાગી રહ્યા છે કે લેન્ડગ્રેબિંગનો કાયદો જે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. તેમાં તપાસમાં પોલીસની વધુ પડતી ભૂમિકા અયોગ્ય છે. રેવન્યુ પોલીસનો વિષય નથી. પોલીસની ભૂમિકા માત્ર રેવન્યુ વિભાગની તપાસ બાદ એફઆઈઆર નોંધવા પૂરતી જ હોવી જોઈએ. તપાસમાં દખલગીરી અયોગ્ય હોવાનો સુર ઉઠ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.