Abtak Media Google News

ઘણીવાર પ્રોટિંબીશનનું પેકિંગ કરતી પોલીસ સાથે કેટલાક લોકો ખોટી રીતે ફરજ પર રહેતા પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી જતા હોય ત્યારે હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ દ્વારા બીન જરૂરી કાયદાનો ભંગ કરતા લોકો તેમજ ખોટી રીતે પોલીસ સાથે બનતા બનાવો અટકાવવા તેમજ આવા ખોટી રીતે પોલીસ સાથે ઘર્ષણ કરતા ઇસમો વિરૂધ્ધ પુરાવા એકઠા કરવા તેમજ ખોટી રીતે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ ના થાય અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર બની રહે તે માટે તેમજ આજના ટેક્નોલોજીના યુગમા ટેકનીકલ રીતે કામ કરવા માટે આજની પોલીસને બોડી વોર્મ કેમેરાથી સુસજ્જ કરી બીનજરૂરી પોલીસ સાથે ઘર્ષણ કરતા ઇસમો વિરૂધ્ધ પુરાવા એકઠા કરવા સારૂ સુચના આપવામાં આવેલ.

પોલીસની કાયદેસરની કાર્યવાહિ કરતા સ્ટાફ સાથે ખોટી રીતે કોઇ ઘર્ષણ ના કરએ માટે કાર્યવાહી

જે અંગે જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. પી.વી.સાંખટ નાઓએ અમરેલી રૂરલ પો.સ્ટેની પોલીસ જે રોજબરોજ પ્રજા સાથે અવાર-નવાર સંપર્કમાં આવી કામ કરતા બીટ જમાદારો તથા ટ્રાફિક નિયમનનું કામ કરતા ટ્રાફિક જવાનોને તથા વાહન ચેકીંગ દરમ્યાન કામ કરતા પોલીસના જવાનોને બોડી વોર્મ કેમેરા ફાળવવામા આવ્યાં.

અનેકવાર પોલીસ પ્રજા વચ્ચેના રકઝકનું નજરાણુંલગભગ બંધ થશે અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર બની રહશે.તેમજ હાલ મુસ્લીમ સમાજનો પવિત્ર તહેવાર તાજીયા-મહોરમ શરૂ હોય જેના ઝુલુસમાં બંદોબસ્તમાં રોકાયેલ પોલીસને બોડી વોર્મ કેમેરાથી સજ્જ કરવામા આવેલા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.