સંકટમાં સહાય: ગોંડલના દાતાની ખુમારી, સેવાભાવી ગ્રુપને બે ઓક્સિજન મશીન ખરીદી આપ્યા

0
25

કોરોનાના દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર ન મળવાના કારણે મોતને ભેટી રહ્યા છે ત્યારે અત્રેના જેતપુર રોડ પુનિત નગર ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય જામવાડી પાસે ખોડિયાર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા કલ્પેશભાઈ બાબુભાઈ વસોયા દ્વારા રૂપિયા 42000 ની કિંમતના જર્મન ટેકનોલોજી ના બે ઓક્સિજન મશીન ખરીદી કરી આપી દાતારી રાખવામાં આવી છે સુરતથી ખરીદ કરવામાં આવેલ મશીન ગોંડલ આવતાની સાથે જ જરૂરિયાત મંદ ની સેવા શરૂ કરી દેવામાં આવી છે આ મશીનની જેઓને જરૂરત હોય તેઓએ પ્રવીણભાઈ રૈયાણી મો. 92653 63065 નો સંપર્ક કરવાનો રહેશે.

પ્રવીણભાઈ રૈયાણી એ જણાવ્યું હતું કે પૂર્વ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા અને તેઓ દ્વારા લોકોને અત્યારે ઓક્સિજન મશીન ની જરૂરિયાત હોવાનું કલ્પેશભાઈ વસોયા ને જણાવવામાં આવ્યું હતું જેની બીજી જ ક્ષણે કલ્પેશભાઈ એક નહીં પણ ચાર મશીન ખરીદી લો તેવું જણાવી આપ્યું હતું અને જો ઓપરેટ કરી શકો તો વેન્ટિલેટર પણ ખરીદી આપું તેવું જણાવી દાતારી દાખવી હતી સાથે તેઓએ કહ્યું હતું કે મારા કારખાના ભાગીદારના પરિવારમાં ઓક્સિજનની જરૂર પડી હતી અને શું યાતના વેઠવી પડી હતી તે મને ખબર છે માટે મારાથી બને તેટલા સારવાર ના મશીન લઇ આપીશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here