Abtak Media Google News

પ્રયાગરાજમાં એર ડિફેન્સ કમાન્ડ બનશે

વિધિવત જાહેરાત એરફોર્સ-ડેના દિવસે થઈ શકે

કેરળમાં સંયુકત સમુદ્ર કમાન્ડ સ્થપાશે

પાકિસ્તાન તથા ચીન સાથે પ્રવર્તતી ઘર્ષણની સ્થિતિ વચ્ચે ભારત સરકાર ત્રણેય દળોને સક્રિય અને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નો કરે છે. આ પ્રયાસોનાં ભાગ રૂપે આગામી સમયમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં નવું એર ડિફેન્સ કમાન્ડ ઉભુ કરવામાં આવશે આ અંગેની વિધિવત જાહેરાત ઓકટોબરનાં બીજા અઠવાડીયામાં એટલે ૮ ઓકટોબર એરફોર્સ-ડેના રોજ થઈ શકે છે.

પ્રયાગરાજ એર ડિફેન્સ કમાન્ડને ઈન્ડિયન એરફોર્સનાં સેન્ટ્રલ કમાન્ડ સાથે જોડવામાં આવશે. અત્યાર સુધી સેન્ટ્રલ કમાન્ડમાં આગ્રા ગ્વાલીયર અને બરેલી એરબેઈઝ આવે છે. આ કમાન્ડ બનાવવાનો મુખ્ય હેતુ ત્રણ સેના વચ્ચે સમન્વય સાધવા અને એકરૂપતા જાળવવાનો છે. આ ઉપરાંત દેશના મોટા વાયુક્ષેત્રને સુરક્ષીત રાખવાનો આશય છે.

ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી એફેર્સ સશસ્ત્ર દળોનું પૂન: ગઠન કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છૈ. વાયુસેનાના અધિકારીની આગેવાની હેઠળ કમાન્ડની સંરચનાથી તૈયારીનું કામકાજ વેગવંતુ બન્યું૯ છે. આ કામગીરીનું નેતૃત્વ વાયુસેનાના એરમાર્શલ કરશે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે ત્રણેય સેવાનું એકીકરણ કરવામાં આવશષ આ કામગીરી લાંબો સમય ચાલતી પ્રક્રિયા છે.

આ જાહેરાતના પ્રથમ પગલા રૂપે આ એર ડિફેન્સ કમાન્ડ ત્રણ સેનાનું સંયુકત કમાન્ડ બનાવવામાં આવી રહ્યો છે.

ભારતમાં અત્યાર સુધી ફકત બે થીયેટર કમાન્ડ છે. જયારે ૧૭ એક જ સેવા કમાન્ડ છે. જેમાં સૈન્યના ૭, એરફશેર્સના ૭ અને નૈસેનાના ત્રણ કમાન્ડ છે. ઓકટોબર ૨૦૦૧માં આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં પહેલુ અને એકમાત્ર ભૌગોલીક કમાન્ડ સ્થાપવામાં આવ્યું છે.

દેશના પરમાણુ શસ્ત્ર ભંડારને સાચવવા માટે કાર્યશીલ સામૂહિક દળ જાન્યુઆરી ૨૦૦૩માં અસ્તિત્વમાં આવ્યું છે. એરફોર્સના વાઈસ ચીફ એર માર્શલ એચએસ અરોરાએ એક સંશોધન અભ્યાસ કર્યો હતો તેમાં ત્રણેય સેવાની સંપતિ સાધનોની સાથે સંયુકત કમાન્ડની રચનાની ભલામણ કરી હતી.

સૈન્ય બાબતના વિભાગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપીનને થિયેટર કમાન્ડ સાથે સંયુકત કમાન્ડ બનાવવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાતં સંયુકત સમુદ્ર કમાન્ડના નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે. જેની સ્થાપના કેરળના કોચી અથવા કરવારમાં થઈ શકે છે. દરેક સેનાને પોતાનું એર ડિફેન્સ સેટ અપાય છે. એર ફિફેન્સ ક્માન્ડ વાયુસેના, ભૂમિદળ અને નૌસેનાનું એકત્રીકરણ કરશે અને સંયુકત રીતે દેશના વાયુક્ષેત્રને સુરક્ષા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.