Abtak Media Google News

સંરક્ષણ પાછળના બજેટમાં એક વર્ષમાં ૫.૫ ટકાનો ઉછાળો ઘર આંગણે હયિાર બનાવવા માટે યોજનાને બુસ્ટર ડોઝ

પાકિસ્તાન અને ચીન સોની સરહદે તા છમકલાના કારણે ભારત સંરક્ષણ પ્રત્યે વધુ ગંભીર બની ગયું છે અને સંરક્ષણ માટે બહોળો ખર્ચ કરવાનું શરૂ કર્યું છે. ભારતનું વાર્ષિક સંરક્ષણ બજેટ ૪ લાખ કરોડે પહોંચી ગયું છે. સંરક્ષણ પાછળ મોટો ખર્ચ કરતા વિશ્ર્વના પ્રમ પાંચ દેશોમાં ભારતે સન હાંસલ કર્યું છે.

૨૦૧૭માં ભારતનું સંરક્ષણ બજેટ ૪ લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. જે અગાઉના વર્ષ કરતા ૫.૫ ટકા જેટલું વધુ છે. વૈશ્ર્વિક કક્ષાએ હયિારોની ખરીદી માટે વપરાતા બજેટમાં સરેરાશ ૨.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં ટોચના સને અમેરિકા છે જે વર્ષે ૬૧૦ બિલિયન ડોલર જેટલો ખર્ચ કરે છે. ત્યારબાદ ૨૮૮ બિલિયન ડોલર સો ચીનનો દ્વિતીય ક્રમ છે. સાઉદી અરેબીયા પણ હીયારો ખરીદવામાં પાછળ ની. દર વર્ષે સાઉદી અરેબીયા ૬૪ બીલીયન ડોલરનો ખર્ચ સંરક્ષણ પાછળ કરે છે.

ઉપરાંત ૫૭ બીલીયન ડોલર સો ફ્રાન્સ, ૬૬ બીલીયન ડોલર સો રશીયા, ૪૭ બીલીયન ડોલર સો યુ.કે, ૪૪ બીલીયન ડોલર સો જર્મની અને ૩૯ બીલીયન ડોલર સો સાઉ કોરીયા પણ હયિારો ખરીદવાની અને બનાવવાની રેસમાં સામેલ છે.

૨૦૦૮માં ચીને પોતાના કુલ બજેટમાંથી ૫.૮ ટકા બજેટ સંરક્ષણને ફાળવ્યું હતું. જે ૨૦૧૭માં વધીને ૧૩ ટકા સુધી પહોંચી ગયું છે. વિશ્ર્વમાં હયિારો ખરીદવાની હોડ લાગી છે. ભારત વર્ષે ૪ લાખ કરોડનો ખર્ચ સંરક્ષણ પાછળ કરે છે જે પાકિસ્તાન અને ચીનની અવળચંડાઈના કારણે થાય છે. બન્ને દેશો સો અવાર-નવાર તંગદીલી જોવા મળતા સુરક્ષાના કારણોસર દર વર્ષે બજેટમાં વધારો કરવો પડે છે.

હાલ ભારત સૈન્યને અત્યાધુનિક સાધનો આપવા માટે બજેટમાં ધરખમ વધારો સૈન્ય માટે ઈન્ફ્રસ્ટ્રકચરનો વિકાસ પણ જરૂરી બને છે. અન્ય દેશો પાસેી હયિારો ખરીદી કરવાી ર્અતંત્ર ઉપરનું ભારણ ઓછુ કરવા મોદી સરકારે ઘરઆંગણે હયિારો બનાવવાની તૈયારી કરી છે. જેના ભાગરૂપે મેઈક ઈન ઈન્ડિયા સહિતના પ્રોજેકટ ચાલી રહ્યાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.