Abtak Media Google News

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. ભારતીય બોટ અપહરણની વધુ એક ઘટના બની છે. જેમાં ભારતીય જળસીમા નળકથી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા એકવીસ માચ્છીમારો સાથે ૩ બોટોના અપહરણ કરી લેવામાં આવ્યા છે.

સમયાંતરે પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા ભારતીય જળસીમા નળકથી બોટોના અપહરણ થતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. આજદિન સુધીમાં ૧૧૦૦ કરતા પણ વધુ ભારતીય બોટોના પાકિસ્તાન દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યા છે અને બાદમાં આ બોટ છોડવામાં પણ આવતી નથી. ત્યારે ગત રાત્રે ૧૧ ફેબ્રુઆરીના રોજ ભારતીય જળસીમા નળક માચ્છીમારી કરી રહેલી ત્રણ બોટો સાથે બંદૂકના નાળચે એકવીસ માચ્છીમારોના પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા અપહરણ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અપહરણ થયેલી બોટોમાં બે પોરબંદરની બોટ અને એક બોટ વેરાવળની હોવાનું જાણવા મળે છે. બોટ અપહરણની આ વધુ એક ઘટનાને લઈને સૌરાષ્ટ્રના માચ્છીમાર સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.