Abtak Media Google News

કપાસ મગફળીનો પાક વીમો ન મળતા ભારતીય કિસાન સંઘની રજુઆત: કાર્યકરો અબતકને આંગણે

ગત વર્ષે અપૂરતો વરસાદ થવાના કારણે રાજકોટ જીલ્લાના ઉપલેટા, ધોરાજી, પડધરી વગેરે તાલુકાનો મગફળીનો પાક નિષ્ફળ જવા પામેલ છે. અને સરકારે તાલુકાને અછત અને અર્ધઅછત જાહેર કરેલ હતા આમ મગફળી અને કપાસ પાક નિષ્ફળ જતા ખેડુતોને મગફળી અને કપાસનો પાક વીમો પુરેપૂરો મળવા પાત્ર થતો હતો. પરંતુ મગફળીનો પાક વીમો ઉપલેટા ધોરાજી આ બન્ને તાલુકાને બીલ કુલ મંજુર થયેલ કે ચુકવેલ નથી. આ ઉપરાંત જીલ્લાના આગેવાનોએ વખતો વખત રજુઆત કરવા છતાં સરકારએ કે વીમા કંપનીએ સાનુરુચ કાયવાહી ન કરતા કિસાન સંધના આગેવાનોએ માકેટીંગ યાર્ડમા ંજુન માસમાં આમરણ ઉપાસ પર બેઠેલા હતા. આ દરમ્યાન ખેડુતોને મગફળી અને કપાસનો પાક વીમો એક જ માસમાં મંજુર કરી અને ચુકવી આપવામાં આવે છે. એવી ખાત્રી આપેલ હતી. અને ખેડુતોનું આંદોલન સમજુતી થતા પાછુ ખેંચી લેવામાં આવ્યું હતું.

સરકારે ખાત્રી મુજબ બે માસનો સમય વીતી ગયા છતાં ઉપલેટા કે ધોરાજી તાલુકામા બિલકુલ વીમો જાહેર કરેલ કે ચુકવેલ નથી અને બીજા તાલુકામાં વધારાનો મગફળી વીમો જાહેર કરેલ કે ચુકવેલ નથી જયારે કપાસનો વીમો અગિયાર તાલુકામાંથી માત્ર પાંચ તાલુકાને જ વીમો જાહેર કરેલ છે. તે પણ અલ્પ પ્રમાણમાં જાહેર કર્યો છે. અને માત્ર કાગળ ઉપર જાહેર કરીને સરકારે સંતોષ માનેલ છે.  ઉપરાંત કપાસ વિમાની જાહેર કરેલ રકમ ખેડુતોને ચુકવવામાં આવેલ નથી. આપના કૃષીમંત્રી આર.પી. ફળદુએ પણ મીડીયા સમક્ષ જાહેર કરેલું કે ખેડુતોને જુલાઇના અંત સુધીમાં વીમો આવી જશે ખેડુતોને મોડો વિમાના વ્યાજ સહીત ચુકવણી કરવામાં આવશે. પણ તેના પણ આજે બે મહિના કરતા વધારે સમય થવા છતાં હજુ પણ વીમા કંપની દ્વારા કોઇપણ પ્રકારની વીમો ચુકવણી જાહેરાત થઇ નથી. આ તકે ભારતીય કિશાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, જીવનભાઇ વાછાણી, ઠાકરશીભાઇ પીપળીયા શૈલેશભાઇ સીદપરા, કિશોરભાઇ લકકડ, કિશોરભાઇ સગપરીયા, શાંતિલાલ વેગડ તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડુતોની માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.