યુવકે લીવઇન રીલેશન બાદ લગ્નની ના કહેતા યુવતીના પિતા સહિત ટોળાએ ઢીમ ઢાળી દીધું

વલસાડના આસલોના ગામની હીચકારી ઘટના

સગાઇના ત્રણ વર્ષ બાદ વાગ્દતા અને મંગેતર વચ્ચે વિવાદ થતા સગાઇ ફોગ કરતા યુવકને પંચાયતમાં બોલાવી મોતને ઘાટ ઉતારતા સાત ઝડપાયા

વલસાડ નજીકના આદિવાસી વિસ્તારમાં આવેલા આસલોના ગામની પંચાયતમાં યુવકને બોલાવી ટોળાએ ઢીમઢાળી દેતા પોલીસે સાત સાત શખ્સોની ધરપકડ કરી છે. મૃતક યુવાનની સગાઇના ત્રણ વર્ષ સુધી લીવઇન રીલેશનથી યુવતી સાથે રહ્યા બાદ સગાઇ ફોક કરી લગ્નની ના કહેતા આસલોના ગ્રામ પંચાયત દ્વારા ન્યાય કરવા યુવકને બોલાવી મોતને ઘાટ ઉતાર્યાનું બહાર આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વલસાડ જિલ્લાના આસલોના ગામે સંજય ભુસરા નામના 20 વર્ષના યુવકની ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં ખાડામાંથી લાશ મળી આવી હતી. મૃતક સંજય ભુસરાની આસલોના ગામની યુવતી સાથે ત્રણેક વર્ષ પહેલાં સગાઇ થઇ હતી. સગાઇ બાદ બંને સાથે લીવઇન રીલેશનસીપથી સાથે રહેતા હતા. દરમિયાન વાગ્દતા અને મંગેતર વચ્ચે વિવાદ થતા સંજય ભુસરાએ લગ્નની ના કહેતા સંજય ભુસરાને યુવતીના પિતા લક્ષ્મણ ગવલીએ આસલોના ગ્રામ પંચાયતનો સંપક કરી ત્યાં બોલાવ્યા બાદ માર માર્યો હતો.

સંજય ભુસરા પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી છુટયો હતો પરંતુ રોષે ભરાયેલું ટોળું તેનો પિછો કરતું પાછળ ગયુ હતુ ત્યાં ખાડામાં પડેલા સંજય ભુસરાને વધુ માર મારતા તેનું મોત નીપજ્યાનું સોશ્યલ મિડીયામાં વીડિયો વાયરલ થતા સમગ્ર ઘટનાનો પર્દાફાસ થતા પોલીસે યુવતીના પિતા લક્ષ્મણ ગવલી, ઉતમ ગવલી, છગન ગવલી, રમણ ગાવી, સિતાભાઇ ગવલી, સુનિલ ગવલી અને મહદુ નામના શખ્સોની ધરપકડ કરી છે