Abtak Media Google News

Table of Contents

‘અનઅવેરનેસ’ કે ‘ઈગ્નરન્સ’ અર્થાત સજાગતાનો અભાવ અથવા અજ્ઞાનના સંભવિત કારણે મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જેમની તેમ: કોરોના વાયરસને લગતી ધર્માચાર્યની આજ્ઞાની ઐસીતૈસી-અવજ્ઞા : ગુજરાતનાં શહેરોમાં કયાંક સારી પેઠે સજાગતા, કયાંક ‘હોતા હૈ-ચલતા’ જેવો ઘાટ : ભગવાને ત્યાં વળી રોક ટોક કેવી? પણ અભ્યાસી નગરજનોએ દાખવેલી જોખમની શકયતા !

ચીલાચાલુ ગતિવિધિઓ ‘કોરોના’નો નાનકડો પગપેસારો સ્ફોટક બની શકવાનો સ્પષ્ટ મત : કોર્પોરેશન અને રાજય સરકારના સાવચેતીનાં પગલા સમૂળગા ધૂળધાણી થવા ભીતિ : હજુ ભયમૂકિતની સત્તાવાર આલબેલ નથી વાગી : ભણેલા-ન ભણેલા તથા ધનિક-નિર્ધનના ઝીણામાં ઝીણા સાથ-સહકારથી જ અચાનક આવી પડેલા વાયરસ સામેના યુધ્ધને જીતી શકાશે ! ક્ષુલ્લક બેદરકારી પણ નહી ચાલે

આપણા બધા માટે છેલ્લા કેટલાક દિવસથી એક અવાજે સૌથી વધુ અણગમતો અને બિહામણો ચહેરો ‘કોરોના વાયરસ’નો છે.એક જમાનામાં રોતા બાળકોને ‘બાવો આવ્યો’નો ડારો દેવાતો કે તરત જ તે રોતા બંધ થઈ જતા ‘બાવા’ની ધાકને કારણે અને તેના કદરૂ પા ચહેરાને લીધે એમ બનતું હતુ જો કે એવા ડારા બાળકનાં વિકાસના હિતમાં ન હતા.

આજકાલ ‘બાવા’ના ડારાનું સ્થાન ‘કોરોના વાયરસે’ લીધું હોવાની ટકોર થઈ શકે છે… આપણા સામાજીક વ્યવહારોમાં જે રોજિંદી ગતિવિધિ તરીકે વણાઈ ગઈ છે. એવી મોટા ભાગની સંસ્થાઓ પર કોરોના વાયરસે ‘બંધ’નાં તાળાં મરાવી દીધા છે.અભૂતપૂર્વ ગણાય એવી ઘટના તો એ છે કે, હરિમંદિરોને પણ તેણે પોતાની કાળમૂખી ધાકથી અલિપ્ત રહેવા દીધી નથી.

મંદિરમાં પ્રત્યક્ષ દર્શન માટે નહિ જવાની ધર્માચાર્યએ રીતસર જાહેરમાં આજ્ઞા આપી છે. અને કોરોના વાયરસની ઘાતકતા તથા લાગુ પડી જવાની એની પ્રકૃતિને કારણે હરિમંદિરોમાં આવી આજ્ઞા અપાઈ હતી. અહેવાલો મુજબ, અનઅવેરનેસ કે ઈગ્નોરન્સ (એટલે કે સજાગતાના અભાવ અથવા અજ્ઞાનને કારણે હરિમંદિરમાં દર્શનાથીઓની ભીડ યથાવત રહી હતી અને ‘આજ્ઞા’ની અવગણનાનો ખ્યાલ ઉપસ્યો હતો.

આમ તો, ભગવાનમાં અને મંદિરોમાં ભગવાનના દર્શનમાં નગરજનોની શ્રધ્ધા અને આસ્થા કાયમ રહે અને દ્દઢ રહે એ શુભ ચિહન ગણાય અને મંગલમય એંધાણા ગણાય.આપણી વૈદિક સંસ્કૃતિનો જ એ પ્રતાપ લેખાય.

આપણા દેશ ઉપર જયારે જયારે આફત આવી છે ત્યારે દરેક વખતે આપણે એકસંપે અને આપણને મળેલી ધર્મની આજ્ઞા અનુસાર એનો સામનો કર્યો છે. કયારેય પીછેહઠ નથી કરી. અત્યારે આપણી સામે ‘કોરોના’નું વ્યાપક અને સંહારક આક્રમણ થયું છે.

એનો એક અવાજે આપણે પ્રતિકાર કરવાનો છે. એને માટે આપણે પ્રતિબધ્ધ થયા છીએ. એમ કહેવાયું છે કે હિન્દુસ્તાનમાં જે લોકોએ જન્મ લીધો તે હિન્દુસ્તાની હિન્દુસ્તાને એમને સંસ્કારોનો વારસોપ્યો આથીતેઓ હિન્દુસ્તાનના થઈ ગયા. પરંતુ એટલાથી હિન્દુસ્તાન એમનું થઈ જતું નથી. તેમનેપૂછી શકાય કે તમે હિન્દુસ્તાન માટે શું કર્યું છે, જેથી તમે દાવો કરી શકો કે હિન્દુસ્તાન તમારો છે.

જયારે હિન્દુસ્તાનના તમામ લોકોને ભાઈબહેન સમજીને આપણે પ્રેમથી અપનાવશું ત્યારે જ હિન્દુસ્તાન આપણું થશે. હિન્દુસ્તાનના લોકોને સુખી કરવા આપણે તનતોડ મહેનત કરીશું ત્યારે હિન્દુસ્તાન આપણુ થશે. દેશના પહાડોને નદીઓ, જંગલો અને ખેતરો, શહેરો અને ગામડાં, સર્વેનું જયારે ભકિતભાવથી દર્શન કરીશું; હિન્દુસ્તાનની નાની મોટી બધી બોલીઓમાં પોતાનું જીવન અને હાર્દ વ્યકત કરવાવાળા લોકો સાથે એકરૂ પ થઈ જઈશું અને એમની બુધ્ધિશકિત વધારવાની કોશીષ કરશું ત્યારે હિન્દુસ્તાન આપણુ થશે.આપણા પુરૂ ષાર્થ વડે, આપણે એ કહેવાની યોગ્યતા જયારે હાંસલ કરીશું કેમારા દેશમાં કોઈ ઈન્સાન બેહુન્નર ન થી, ભૂખ્યો નથી ત્યારે આપોઆપ સિધ્ધ થશે કે હિન્દુસ્તાન આપણો છે અને તેને માટે આપણે ગૌરવ લઈએ છીએ.

આપણા હૃદયને આપણે સવાલ કરવો જોઈએ કે શું આપણું દિલ ભારત જેવડું વિશાળ અને વ્યાપક છે. હિન્દુસ્તાનના સજજન અને દૂર્જન, પૂણ્યવાન અને પાપી, દેશપ્રેમી અને દેશદ્રોહી , બુઢ્ઢા અને બચ્ચાં, તાલેવંત અને ગરીબ અમે તમામ આપણા કુટુંબી છે? શું આપણે એમના અને તે આપણા બન્યા છે. ખરા? શું આપણું મન એવું બન્યું છે ખરૂ  કે, એમનું દુ:ખ તે આપણુ દુ:ખ અને એમની પીડા તે આપણી પીડા? એમનો દૂરાચાર તે આપણો દૂરાચાર અને એમનું પ્રાયશ્ર્ચિત તે આપણુ પ્રાયશ્ર્ચીત ?

હિન્દુસ્તાનની પછાત જાતિઓની સેવા કરીને એમની જીવનયાત્રા સૂખદ કરવાનો અને એમને મનુષ્યના અધિકારો તેમજ સમાન માનવ ગૌરવ પૂન: પ્રાપ્ત કરાવવાનો પ્રયત્ન આપણે ર્ક્યો છે.ગામડાના લોકોમાં જે અજ્ઞાન અને કુબુધ્ધિ ભર્યા પડયા છે. એની વિરૂ ધ્ધ આપણે કદી મકકમ જંગ ખેડયો છે ખરો? આ સવાલો જેટલા મહત્વના છે એટલાજ મહત્વના એના જવાબ છે.

આપણે હિન્દુસ્તાન માટે, હિન્દુઓ માટે કાંઈ નથી કરી શકયા, એવો આપણને અસંતોષ પણ નથી, અને જે કાંઈ કરવું જોઈતું હતુ અને આ ધરતી પર સ્વર્ગ ઉતારવા જોઈતું હતુ એવી તમન્નાને પૂર્ણ કરી દેવી જોઈતી હતી, તે કરી આપવી જોઈતી હતી તે કરી આપ્યાનો સંતોષ પણ નથી રામમંદિર, રામરાજય ગરીબીની નાબૂદી તેમજ બેરોજગારીની નાબૂદી કરી શકયાનો આ દેશની પ્રજાને તથા રાજકર્તાઓને સંતોષ નથી.

‘કોરોના વાયરસ’ને પરાજીત કરવા જેવું સામર્થ્ય આપણે નથી પામ્યા, હરિમંદિરોના ધર્માત્માઓએ આપેલી આજ્ઞાનું પાલન આપણે નથી કરી શકયા, એ ગંભીર બાબત છે.કોઈપણ જીવનમરણ, જેવી મહત્વની બાબતમાં કોઈ પણ દેશની પ્રજા ‘અનવેર’ રહે, અથવા અજ્ઞાન રહે એ શુભચિહન નથી.આપણે ઈચ્છીએ અને પ્રાર્થીએ કે, આ ગાફેલિયત રાજકોટ, સૌરાષ્ટ્ર ગુજરાતને કોઈ મોટી આફતનો સામનો કરવાની સ્થિતિમાં ન મૂકે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.