Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

ભારત દેશમાં હાલ ક્રિપટોને લઈ અને તર્ક વિતર્કો થઈ રહ્યા છે ત્યારે સૌથી મોટી વાત એ છે કે વિનિમયના તોફાન વચ્ચે ક્રિપટો હરણફાળ ભરી રહ્યું છે અને આગળ નીકળી રહ્યું છે. બીજી તરફ અન્ય ચલણોની સામે ક્રિપટો પણ સૌથી મોટું દાવેદાર તરીકે પ્રસ્થાપિત થયું છે ત્યારે આગામી વર્ષમાં હજુ પણ ક્રિપટો માં રોકાણ થવાની શક્યતા સતત વધી રહી છે. બીજી તરફ સરકાર પણ ક્રિપટોએ માન્યતા આપવા માટે વિચાર કરી રહ્યું છે હા સામે એ વાત પણ છે કે ક્રિપટોને કરન્સી રૂપે નહીં પરંતુ એસેટ રૂપે લઈ શકાય.

અન્ય ચલણોની સામે ક્રિપ્ટો સૌથી મોટું દાવેદાર આગામી વર્ષમાં હજુ પણ રોકાણ વધવાની આશા

આગામી વર્ષ 2022 ખરા અર્થમાં ડિજિટલ કરન્સી માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થશે જેમાં મની મેનેજર: નું માનવું છે કે રોકાણકારો વધુને વધુ ક્રિપટોમાં પોતાનું રોકાણ કરી રહ્યા છે સામે રિસ્ક ફેક્ટર વધુ હોવા છતાં પણ જે વિશ્વાસ કેળવવો જોઈએ તે કેળવવામાં ક્રિપ્ટોએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

દેશ અને વિદેશની વિવિધ નામાંકિત રિચાર્જ કરતી સંસ્થાઓ સાથે જ તે વાત પર સરવે હાથ ધરી રહી છે કે ક્રિપ્ટોને લઈ લોકોમાં માન્યતા કયા પ્રકારની જોવા મળે છે પરંતુ સર્વેના અંતે એ વાત સામે આવી કે લોકો ક્રિપટો પર વધુ વિશ્વાસ કરતાં હોવાથી આચરણમાં રોકાણ કરવું વધારે પસંદ પડે છે ભલે તેમાં જોખમ વધુ હોય.

સતત માંગ વધવાને કારણે સંસદના શિયાળુ સત્રમાં ક્રિપટો નું બિલ રજૂ કરવા માટે સરકાર દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી છે જેનું મુખ્ય કારણ એ છે કે ક્રિપટો પ્રત્યે લોકોનું વલણ બદલાયું છે અને વધુ ને વધુ લોકો આ ડિજિટલ કરન્સી માં રોકાણ કરવા માટે સતત પ્રોત્સાહિત થઇ રહ્યા છે. ક્રિપ્ટકરન્સીમા વર્ષ 2021 માં 200 ટકાનો વધારો રોકાણકારોમાં જોવા મળેલો છે. બીજી તરફ 40% ક્રિપ્ટકરન્સી એવી છે કે જે માન્યતા ધરાવે છે તેમાં પણ રોકાણકારો વધુને વધુ રોકાણ કરી રહ્યા છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.