Abtak Media Google News

કાલે ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પાછલા બે વર્ષથી કોરોનાના કારણે વિઘાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી. જો કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબૂમાં  આવતા નકકી ટાઇમટેબલ પ્રમાણે પરીક્ષાઓ યોજવામાં આવી હતી. આ વખતે સૌથી વધુ પરિણામ મેળવનાર જીલ્લો રાજકોટ છે.

ત્યારે ક્રિસ્ટલ સ્કુલ્સના ધોરણ 1ર સાયન્સમાં અભ્યાસ કરતો સેંજલીયા દર્શિલ 99.99 જઈઈંઙછ  સાથે પોતાના પરિવારનું નામ રોશન કર્યુ છે. કિસ્ટલની શ્રેષ્ઠ તજજ્ઞ શિક્ષક ટીમની સાથે હોસ્ટેલનું વાતાવરણ દરેક વિઘાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા માટે પુરતુ છે. હોસ્ટેલમાં નિશ્ર્ચિત શેડયુલ સાથેની મહેનત તેમજ શાળા સંચાલકો દ્વારા થતા માર્ગદર્શન સેમીનારથી ક્રિસ્ટલમાં અભ્યાસ કરનાર દરેક વિઘાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી છે.

Dsc 5026 Scaled

  • દર્શિલ IITમાં પોતાની કારકીર્દી બનાવા માગે છે

ક્રિસ્ટલ સ્કૂલ્સનો તજજ્ઞોના સતત માર્ગદર્શન જ મારા પરિણામ ભાગીદાર છે: સેજલીયા દર્શિલ

Vlcsnap 2022 05 13 12H23M29S422

ક્રિસ્ટલ સ્કૂલ્સ વિઘાર્થી સેજલીયા દર્શિલ ‘અબતક’ સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરાના મહામારીની અસર સૌથી વધુ શિક્ષણમાં જોવા મળે છે. તેવા સમયે ઓનલાઇનની ઉણપ દૂર કરી શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો ક્રિસ્ટલ સ્કુલે સફળ રહ્યા અને સ્કુલના તજજ્ઞો દ્વારા વિઘાર્થીને વધુને વધુ પ્રોત્સાહન આપે છે અને ક્રિસ્ટલ સ્કુલના સપોર્ટથી મે વધુને વધુ પેપર સોલ્યુશન કર્યા છે. તેમજ હોસ્ટેલમાં નિશ્ર્ચિત શેડયુલ સાથેની મહેનત તેમજ શાળા સંચાલકો દ્વારા થતા માર્ગદર્શન સેમિનારથી મને વધુ સફળતા પ્રાપ્ત કરી છે. IITમાં  જઇ એન્જીનીયરીંગમાં મારી કારકીર્દી બનાવી માતા-પિતા અને શાળા પરિવારનું નામ રોશન કરવા માંગું છું.

મારા દિકરાને ભણવા- રહેવા – જમવાની તમામ સવલત નિશુલ્ક ક્રિસ્ટલ સ્કુલે આપી: માતા અજંનાબેન ભાવુક થયા

Vlcsnap 2022 05 13 12H22M37S967

‘અબતક’ સાથે વાતચીત કરતા સેંજલીયા દર્શિલના માતા-પિતા જણાવ્યું હતું કે, અમો જેતપુર તાલુકાના ખારચીયા ગામમાં વસતા ખેડુત છે. અને અમારે માત્ર 10 વિઘા જમીન છે અમો ખેતીમાં કામ કરી અને મારા દિકરા ને ભણતર માટે કંઇપણ કરી ચૂકવા માટે તૈયાર છે દીકરાની આ ખુશીથી અમારી ખુશીનો કોઇ પાર રહ્યો નથી. દર્શિલ પોતાની સફળતાનું શ્રેય પુરેપુરો ક્રિસ્ટલ આપવામાં આવે છે. કારણ કે બે વર્ષ દરમ્યાન શિક્ષણ અને રહેવા જમવા તમામ ખર્ચ ક્રિસ્ટલ સ્કુલ લીધો હતો. અને દર્શિલ ભણવામાં ખુબ જ હોશિયાર છે. વધુને વધુ આગળ વધે તેવી અમારા આશીર્વાદ છે.

જ્યારે પુત્ર શ્રેષ્ઠ પરીણામ હાંસલ કરે ત્યારે માતા-પિતાની ખુશાલીનો કોઇ પાર રહેતો નથી. દર્શીલ સેંજલીયાએ ધો.12 સાયન્સમાં મેદાન મારી બોર્ડમાં પ્રથમ ક્રમાક હાંસલ કરતા માતા-પિતા ઉપરાંત પરિવારની ખુશીનો કોઇ પાર રહ્યો નથી. તેઓએ પુત્રની સફળતાનો સંપૂર્ણ શ્રેય ક્રિસ્ટલ સ્કૂલને આપ્યો છે અને સાથોસાથ એવો પણ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી દિવસોમાં તેમનો પુત્ર ભણવામાં સતત સફળતાના શિખરો સર કરતો રહેશે.

મોબાઇલ, ટી.વી. ના શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા માટે હોસ્ટેલમાં રહેવું અનિવાર્ય: ક્રિસ્ટલ સ્કુલ્સના ઓનર રણજીતભાઇ

Vlcsnap 2022 05 13 12H23M16S251

‘અબતક’ સાથેની વાતચીતમાં ક્રિસ્ટલ સ્કુલના ઓનર રણજીતભાઇએ જણાવ્યું હતું કે મોબાઇલ ટી.વી. ના યુગમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવું હોય તો હોસ્ટેલમાં રહેવું જ અનિવાર્ય છે કોરોના મહામારીની અસર સૌથી વધુ બાળકોના શિક્ષણમાં જોવા મળે છે. તેવા સમયે ઓનલાઇનની ઉણપ દૂર કરી શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો ક્રિસ્ટલ સ્કુલે કરેલા નવતર પ્રયોગો સફળ રહ્યા છીએ. અને શાળાના વિઘાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે. હોસ્ટેલમાં નિશ્ર્ચિત શેડયુલ સાથેની મહેનત તેમજ શાળા સંચાલકો દ્વારા થતા માર્ગદર્શન સેમીનારથી અભ્યાસ કરનાર દરેકે વિઘાર્થીઓ સફળતા પ્રાપ્ત કરે જ છે. આ તકે શાળા પરિવાર તેમજ દર્શિલ ને અભિનંદન પાઠવ્યા છે.

ક્રિસ્ટલ સ્કૂલનો ધો.12 સાયન્સની પરીક્ષાના પરીણામમાં દબદબો જોવા મળ્યો છે. બાળકના જીવન ઘડતર માટે શિક્ષણ સૌથી મોટું પાસુ બની રહે છે. શ્રેષ્ઠ પરીણામ મળી રહે તે માટે શાળા દ્વારા જે નવત્તર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હતા. તેમાં તમામ સફળતા પ્રાપ્ત થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.