Abtak Media Google News

રાજકોટ સીટી વુમન કલબના સભ્યો માટે પહેલી વખત યોજાનારી દુલ્હન સ્પર્ધા અને ગુજરાતી સાડી સ્પર્ધા ઘડપણના શણગારના કોડ પુરા કરવાનો અવસર બની રહેશે. ‘અબતક’ ની મુલાકાતે આવેલા સંસ્થાના પ્રમુખ પ્રફુલાબેન મહેતા, દિનાબેન મોદી, કલ્પનાબેન પારેખ, પ્રતિબેન ગાંધીએ જણાવ્યું હતું કે, રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે પહેલી જ વાર તા. 9-8 મંગળવારે બપોરે 3.30 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે ફકત સભ્ય બહેનો માટે બે સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. (1) દુલ્હન સ્પર્ધા – મેરી પ્યારી બહેનીયા બનેગી દુલ્હનીયા.. તથા (ર) ગુજરાતી સાડી સ્પર્ધા

દુલ્હન સ્પર્ધા જે બહેનોએ દુલ્હન સ્પર્ધામાં ભાગ લેવો હોય તેમને દુલ્હનની જેમ જ તૈયાર થઇને આવવાનું રહેશે. સ્પધાર્મા ભાગ લેનારમાં ઉમરનો બાદ નથી. કોઇપણ ઉમરના બહેનો ભાગ લઇ શકશે.

ગુજરાતી વિવિધ સાડી સ્પર્ધા જેને જે સાડી પહેરવી હોય તે પટોળુ, બાંધણી, વર્કવાળી સાડી, જરીવાળી સાડી પણ ગુજરાતી જ સાડી પહેરીને આવવાનું રહેશે સાથે ફુલ મેચીંગ ફરજીયાત રહેશે. કોઇપણ ઉમરના બહેનો ભાગ લઇ શકશે. ઉમરનો બાદ નથી. દરેક વિજેતા ને મહેમાનોના વરદ હસ્તે ઇનામો આપવામાં આવશે.

દુલ્હન સ્પર્ધામાં એકથી ત્રણ સુધીના બહેનોને તાજ પહેરાવી બહુમાન, ગુજરાત સાડીમાં પણ પ્રથમ ત્રણન તાજ પહેરાવી બહુમાન કરાશે. ગુજરાતી સાડીમાં કુલ સાત ઇનામ અને દુલ્હન સ્પર્ધામાં જે રીતે એન્ટ્રી હશે તે પ્રમાણે ઇનામો અપાશે.

રાજકોટ સીટી વુમન્સ કલબના કમીટી મેમ્બર્સનો એક જ ઘ્યેય છે કે બહેનો માટે કંઇક નવા નવા કાર્યક્રમો કરવા. સભ્ય બહેનો માટે દર મહીને નાટક, મ્યુઝીકલ પાર્ટી, પીકનીક, અંતાક્ષરી, હાસ્ય દરબાર, નવરાત્રી ગરબા વગેરે કાર્યક્રમો કરતા જ હોય છે પણ આ વખતે નવો વિચાર ઓગષ્ટ મહીનો અને શ્રાવણ માસ એટલે બહેનોને લગતો કાર્યક્રમ કરવાની વિચાર આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.