Abtak Media Google News
  • અબતકની મુલાકાતમાં એડવોકેટ અંશભાઈ ભારદ્વાજ  અને પુષ્કરભાઈ પટેલે  વિશિષ્ટ કાર્યક્રમની આપી વિગતો

Rajkot : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ન્યાયક્ષેત્રે  કાયદાપ્રીય ધારાશાસ્ત્રી તરીકે જાણીતા વીતેલી પેઢીના અગ્રણી સમાજ સેવક રાજકીય આગેવાન સ્વ.  અભયભાઈ ભારદ્વાજ  પરિવારની ધર્મ સેવા પારાયણનો વારસો જાળવી ભારદ્વાજ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ મહાદેવ શિવજીની આરાધના પૂજન અર્ચન કાર્યની સાથે દિવ્યાંગ બાળકો માટેના સાંસ્કૃતિક કાર્યની પ્રસાદના ધર્મ-માનવસંવેદનાના સમન્વય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

અબતકની મુલાકાતમાં સ્વ. અભયભાઈ ભારદ્વાજના પુત્ર યુવા ધારાશાસ્ત્રી અંશભાઈ ભારદ્વાજ અને પુષ્કરભાઈ પટેલે ભારદ્વાજ પરિવારના ધર્મ સેવા કાર્યક્રમની વિગતો આપી હતી.

અભયભાઈ ભારદ્વાજ પરીવારની પરંપરા મુજબ શ્રાવણના સોમવાર તા. 12ના રોજ મહાદેવ  શિવજીની  આરાધના તથા પૂજન અર્ચનની પૂર્વ સંધ્યાએ તા.11 ઓગષ્ટ રવીવારે અવધ રોડપરની હોટલ સીઝન્સ ખાતે સાંજે  5.30 કલાકે દિવ્યાંગ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્યારબાદ સાંજે  7.30 કલાકે દિવ્યાંગોને ભોજન પ્રસાદ અપાશે.

સ્વ. અભયભાઈ ભારદ્વાજ પરિવાર દ્વારા  આયોજીત શિવ આરાધના દિવ્યાંગ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રસાદ માટે નિમંત્રીતોને સ્વ. અભયભારદ્વાજ પરિવારના નીતીનભાઈ ભારદ્વાજ, નિયંતભાઈ ભારદ્વાજ, અંશભાઈ ભારદ્વાજ, મનનભાઈ ભારદ્વાજ દ્વારા નીમંત્રીત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.