Abtak Media Google News

નાના-મોટા વેપારીઓ તથા શિફટમાં ચાલતા ઉદ્યોગોને મુશ્કેલી ન પડે તે માટે રાત્રી કરફયુનો સમય વધારવા માંગ

કોરોના સંક્રમણ અટકાવવા, વેપારીઓની વ્યથા જાણવા રાજકોટ ચેમ્બર દ્વારા વીડિયો કોન્ફરન્સ યોજાઇ

 

રાજકોટમાં કોરોનાની બીજી ખતરનાક લહેર દરમ્યાન હાલની પિરસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારએ રાત્રી કફર્યુના સમયમાં ફેરફાર કરેલ છે તે અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ એસોસીએશનો સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવેલ જેમા મોટી સંખ્યામાં એસોસીએશનોના પ્રમુખ-મંત્રીઓ જોડાયેલ હતા.

ચેમ્બરના મંત્રી નૌતમભાઈ બારસીયાએ સ્વાગત પ્રવચન કરેલ તથા પ્રમુખ વી.પી. વૈષ્ણવએ પ્રાસંગીક ઉદ્બોધન કરતા જણાવેલ કે કોરોનાની બીજી લહેર ચીંતા જનક છે. સીવીલ તેમજ પ્રાઈવેટ હોસ્પીટલો લગભગ ફુલ છે. તો આવા સમયે પ્રજા પોતાના સ્વબચાવ માટે માસ્ક પહેરવું ફરજીયાત છે તેમજ વેક્સીન લેવી પણ ફરજીયાત છે. વેક્સીનની કોઈ આડ અસર નથી. જેથી આવા સમયે શોસ્યલ ડિસ્ટન્સ જાળવીને આપણે જ આપણને તથા આપના કુટુંબીજનોને બચાવી શકીશું. આમ પ્રજા તેમજ વેપારીઓના પ્રશ્ર્નોનું નિરાકરણ કેમ લાવી શકાય તે માટે આ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરેલ.

આ વિડીયો કોન્ફરન્સમાં મોટાભાગના એસોસીએશનોએ જણાવેલ કે અગાઉ લોકડાઉનના કારણે વેપાર-ધંધા આર્થિક અને માનસીક રીતે પડી ભાંગ્યા હતા હાલ કોરોનાની બીજી લહેરમાં સરકારે રાત્રી કફર્યુના સમયમાં ફેરફાર કરેલ છે. જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકશાન કરતા સાબીત થયેલ છે. ખાસ કરીને હોટલ રેસ્ટોરન્ટ ઉદ્યોગોને રાત્રી કફર્યુ ના કારણે વિપરીત અસર પડેલ છે. તેમા વિવિધ એસોસીએશનના હોદેદારોએ વિચાર વિમર્સ કરતા અમુક માંગણીઓ કરેલ છે.

જેમાં શહેરમાં પાંચ દિવસ છુટ આપી શનિવાર-રવિવાર કફર્યુ રાખવો જોઈએ. એટલે કે શુક્રવારના રાત્રીના 11-00 થી સોમવાર સવારના 6-00 સુધી કફર્યુ હોવો જોઈએ જેથી કરીને પણ કોરોના હળવો બની શકે છે અને કોરોનાની સાયકલ ટુટી શકે. (ખાસ ઉદ્યોગો માટે બુધવારે લાઈટ ન જવી જોઈએ જેથી ઉદ્યોગો ચાલુ રહી શકે)

દિવસ દરમ્યાન જયા લોકોના ટોળાઓ ભેગા થાય છે ત્યા પોલીસ દ્વારા કંટ્રોલ કરવામાં આવે અને લોકોને પણ જાગૃત કરવામાં આવે, કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે.

રેસ્ટોરન્ટ તથા હોટલોને કફર્યુના સયમ પછી પાર્સલ સેવા ચાલુ રાખવા દેવી જેથી કરીને નાના વેપારીઓનો ધંધો ભાગી ન જાય. રાત્રી કફર્યુ નો સમય જે 9-00 વાગ્યા નો છે તે ઓછામા ઓછો 11 વાગ્યાનો હોવો જોઈએ જેથી કરીને નાના-મોટા વેપારીઓ તથા શીફટમાં ચાલતા ઉદ્યોગોને મુશ્કેલી ન પડે.

આ મિટીંગમાં વિવિધ એસોસીએશનો જેવા કે રાજકોટ એન્જીનિયરીંગ, શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રી, મેટોડા જીઆઈડીસી, ગુજરાત મીનીસીમેન્ટ, હડમતાળા ઈન્ડસ્ટ્રી, રાજકોટ કેમીસ્ટ એસોસીશેન, સૌરાષ્ટ્ર સ્ટોન મરચન્ટ, હોટલ-રેસ્ટોરન્ટ એસોસીઅશન, હરીપર પાળ એસો., જેમ્સ એન્ડ જવેલરી એસો., મશીન ટુલ્સ એસો., રાજકોટ ટી મરચન્ટ એસો., ધમેન્દ્ર રોડ વેપારી એસો., રાજકોટ ઈલેકટ્રીક એસો., વગેરે રાજકોટના પ8 જેટલા વિવિધ એસોસીએશનના પ્રમુખ તથા મંત્રીઓ જોડાયેલ હતા. સમગ્ર વિડિયો કોન્ફરન્સનું સંચાલન તથા આભારવિધિ ચેમ્બરના મંત્રી નૌતમભા બારસીયાએ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.