જિંદગી સાથે ઝઝુમી જંગ જીતવાની જિજ્ઞાસા એટલે ‘ઝુબેદા’…

નિત્યા તું ગૃહ સાચવે ને…શકિત તુજ કામ ઘરે…પ્રેમથી સહુને તુ રાખી… વહાલ સૌને તું કરે…

પુજા-પાઠની સામગ્રી વહેંચી ગુજરાન ચલાવે છે ઝુબેદાબેન

સ્વનિર્ભર મહિલાએ પ્રેમ લગ્ન કરતા સમાજનો ઘણો રોષ સહન કર્યો, આત્મ વિલોપનનો પ્રયાસ કરતા ઝુબેદાબેન ચહેરાનું રૂપ ગુમાવી બેઠા છે: આજે સ્વનિર્ભર બનેલા જુબેદાબેન જાતે પોતાનો ખર્ચો ઉપાડી બે સંતાનોનો ઉછેર કરી રહ્યા છે

8મી માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. સમાજ, શિક્ષણ કે સંસ્કૃતિ એમ તમામ ક્ષેત્રે મહિલાઓનો અનન્ય ફાળો રહેલો છે. એક સ્ત્રીની જીવનગાથા કોઈ સંઘર્ષથી કમ નથી હોતી.. જેનાથી સૌ કોઈ જાણીતા જ હશે. એક મહિલા કોઈની પુત્રી, કોઈની પુત્ર વધુ, કોઈની બહેન તો કોઈની પત્ની અને ખાસ એક “માં” ની ભૂમિકા ભજવી પૃથ્વી પરના આ સમાજને પૂર્ણતા બક્ષે છે. ત્યારે આજના મહિલાઓ વિશેના ખાસ દિવસે અમે તમને મળાવીશું રાજકોટના એક શ્રમજીવી મહિલા જુબેદાબેન સાથે….

કોઈ પણ રાષ્ટ્ર નાં વિકાસ નુ આંકલન તે દેશ ની મહિલાઓ પરથી કરવામાં આવે છે. અતિથ અને વર્તમાન ની મહિલાઓ ની તસવીરો જોઈએ તો ફેરફાર ની એક લહેર સાફ જોવા મળે છે. ફેરફાર ની આ યાત્રા લાંબા સંઘર્ષ અને પડકારો થી ભરેલ રહી છે. તેમાં કોઇ શક નથી કે નવી સદી અને બદલતા સમાજમાં સ્ત્રીઓની એક સશક્ત તસવીર ઉભરી રહી છે. અવાજ એક સંઘર્ષ ની ગાથા જુબેલી ગાર્ડન પાસે આવેલ નવગ્રહ મંદીર ખાતે ઝુબેદાબેન ની છે.

રાજકોટની ઝુબેદાબેન દર શનિવારે જૂબેલી ગાર્ડન સ્થિત નવગ્રહ મંદીરે પૂજા પાઠ ની સામગ્રી વેહચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઝુબેદાબેને પોતાના જીવનમાં માનસિક તેમજ શારીરિક એમ ઘણાં દુ:ખ સહન કર્યા છે.

સંતાનમાં તેમને બે દીકરા છે. તેમને એક દીકરી પણ હતી પરંતુ વીજશોક લાગતા તે અવસાન પામી હતી. જુબેદા બેનએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી સમાજનો પણ ઘણો રોષ સહન કરેલો. અંતે કંટાળી તેમણે કેરોસીનથી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તેઓ પોતાનાં ચેહરાનુ રૂપ ગુમાવી બેઠા હતા. પતિ નાં અવસાન પામ્યા પછી તેમની અંદર રહેલી હિંમત અને તેમના બાળકો માટે જીવવાની ચાહને લીધે આંજે તેઓ ધણા સંઘર્ષ બાદ સ્વનિર્ભર જીવન જીવી રહ્યા છે. આજે તેઓ જાતે પોતાનો ખર્ચો ઉપાડી શકે છે અને તેમના પુત્ર માટે પણ તેમની મનગમતી વસ્તુઓ પણ લઇ આપી શકે છે.

’યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમતે તત્ર દેવતા’.રાષ્ટ્ર ની સારી છાપ અને સમાજનો વિકાસ સ્ત્રીઓની વિવિધ ક્ષેત્રમાં ભાગીદારીથી શક્યા બની શકે છે. શર્ત એ કે આધુનિક સમાજમાં આપણે બધા આ મંત્ર સાથે સ્ત્રીઓનું સ્વાગત કરીએ.