Abtak Media Google News

જામનગરના રામપર ગામ પાસે આવેલ એસએસપીએલ નામના દોરાના વિશાળ કારખાનામાં પીળા બદામી રંગના ઊભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળતાં કારખાનામાં ભયનો માહોલ સર્જાયો હતો. મીલના ગોડાઉન મેનેજર પાસે લાખોટા નેચર કલબ સંસ્થા દ્વારા જારી કરેલ હેલ્પલાઇન લીસ્ટમાંથી નજીકમાં આવેલ નાની બાણુગરના સર્પ પ્રેમી મિલન કંટારિયાનો સંપર્ક કર્યો હતો અને સર્પનું રેસ્કયુ કરી કુદરતના ખોળે મુકત કરવામાં આવ્યો હતો.

આમ લાખોટા નેચર કલબ દ્વારા અનેક વખત શહેર અને જિલ્લામાં વાડી, કારખાનામાં તથા ઘરમાં સાપના રેસ્કયુ સફળ કરવામાં આવ્યા છે.આમ કારખાનામાં સાપ હોવાની જાણ થતાં રેસ્ક્યુર મિલન કંટારિયા સ્થળ પર દોડી ગયા હતાં ત્યાં તેઓને જામનગર જિલ્લામાં અતિ દુર્લભ જોવા મળતો આંશિક ઝેરી ભારતીય રિબન સાપ/લેથ્સ રેતીનો સાપ પટીત રેતીયો સાપ મળી આવ્યો હતો અને ત્યાર બાદ વન વિભાગના સહયોગથી સફળતાપૂર્વક બચાવ કરેલ અને કુદરતના ખોળે મુક્ત કર્યો હતો.

આમ અલગ પ્રકારનો સાપ જોઈને ભયભીત થયેલા કારખાનાના કામદારોને મિલન કંટારિયાએ સાપ વિશે સાચી માહિતી આપી હતી અને તમામ લોકોનો ભય દૂર કર્યો હતો તેમજ કોઈપણ જગ્યાએ સાપ જોવા મળે તો લાખોટા નેચર કલબ મિલન કંટારિયા 99796 66483નો સંપર્ક કરવા જણાવાયું હતું.છેલ્લાં ઘણાં સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર કલબ નિ:શુલ્ક સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.