Abtak Media Google News

શહેરમાં નાના-મોટા તમામ સ્થળોએ આશરે ૧૦૦૦ ગણપતિજીની સ્થાપના; સર્વેશ્ર્વર ચોક, રેસકોર્સ, જાગનાથ, ત્રિકોણબાગ, શાસ્ત્રી મેદાન, ચંપકનગર, કોઠારીયા નાકા, જંકશન, જે.કે. ચોક, બજરંગવાડી, નવલનગર સહિતના સ્થળોએ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન: વિશાળ પંડાલોમાં દરરોજ રાત્રે અનેકવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

શહેરમાં ગણપતિ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂકયો છે. વાજતે ગાજતે વિવિધ પંડાલોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. નાના મોટા ચોકમાં તો જાહેર મેદાનોમાં, ભકતોના ઘરે ગણપતિ બિરાજમાન થાય છે. શહેરમાં આશરે ૧૦૦૦થી વધુ સ્થળોએ ગણપતિજીની મૂર્તિ પધરાવાઈ છે.

કોઈ ત્રણ દિવસ, કોઈ પાંચ દિવસ તો કોઈ દસેદસ દિવસ દાદાની પુજા-અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરશે મોટા-મોટા પંડાલોમાં દરરોજ રાત્રીનાં વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. આખો દિવસ દર્શનાર્થે આવતા તમામ ભકતોને લાડવા ગુંદીની પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે. જે ભકતોએ ઘરે ગણપતિજીને બિરાજમાન કર્યા છે. ત્યાં પણ સવાર-સાંજ ભકિતભાવભેર પૂજા આરતી થઈ રહી છે. શહેર જાણે ગણપતિમય બની ગયું છે. દુંદાળાદેવને સર્વે વિઘ્નો હરી લેવા આરાધના થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.