Abtak Media Google News

કોઠારીયા મેઇન રોડ પર આધેડે કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી યુવતીને ભાભી સાથે ઝઘડો થતાં ફીનાઇલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. તો અન્ય બનાવમાં કોઠારીયા મેઇન રોડ પર રહેતા આધેડે ફિનાઇલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્વર રોડ ઉપર જીથરીયાપીરની દરગાહ પાસે રહેતી આશિયાનાબેન ઈબ્રાહીમભાઇ તલાટી નામની 21 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે વહેલી સવારે ફિનાઈલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આશિયાનાબેન બે ભાઈ બે બહેનમાં મોટી છે અને તેના પિતા હયાત નથી. ભાભી કાજલબેન ઝઘડો કરતી હોવાથી આશિયાનાબેન તલાટીએ ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા ઘનશ્યામનગરમાં રહેતા ગની અબ્દુલ મોદન (ઉ.વ.46) પોતાના ઘરે હતો ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. પ્રૌઢને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.