લાંબા સમય સુધી કાપેલા ફળોને તાજા રાખવા છે??તો અપનાવો આ રીત

freshfruit | longtime | abtakmedia
freshfruit | longtime | abtakmedia

ક્યારેય ફળોને લાંબા સમય સુધી કાપેલા ન રાખવા જોઇએ. ક્યારેક એવું કરવું પણ પડે તો તેની તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. આવા મામલામાં તમે નીચેની રીતો અપનાવીને કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો.

કાપેલા તરબુચના અને અનાનસના ટૂકડાંને એક પ્લાસ્ટિકની પોલીથીનમાં રાખી દો, આનાથી તે તાજા રહેશે.

તમે સફરજન કાપો છો અને તેને લાંબા સમય સુધી તાજા રાખવા ઇચ્છો છો તોસફરજનનો ટૂકડો લઇ તેની પર એપલ સાઇડર વિનેગર લગાવી દો અને તેને કન્ટેનરમાં મૂકી દો. જો એપલ સાઇડર વિનેગર નથી લગાવવું કે તે ઉપલબ્ધ નથી તોલીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.

લીંબુને કાપ્યા બાદ તેને એક પોલીથીન બેગમાં રાખો અને બાંધી દો. આનાથી થોડા દિવસો માટે લીંબુનો રસ જળવાઇ રહેશે.

જામફળને કાપીને રાખવામાં આવતા તે જલ્દી ભૂરા પડી જાય છે કારણકે તેમાં આયર્નનું તત્વ બહુ વધારે હોય છે. કાપેલા જામફળના પીસ પર તમે લીંબુનો રસ છાંટીને રાખશો તો આ સમસ્યા નહીં નડે.