Abtak Media Google News

બોક્સિંગમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા બની મેરીકોમ

21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના નામે એક વધુ સફળતા નોંધાઇ છે. 10માં દિવસની શરૂઆતમાં દેશની મહિલા બોકસર મેરીકોમે ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. મેરીકોમે નોર્થન આયરલેન્ડની ક્રિસ્ટીના ઓકોહારાને 48 કિલોગ્રામની કેટેગરીની ફાઇનલમાં હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે.

ઉલ્લેખનીય છે કોમનવેલ્થ ગેમ્સમાં મેરીકોમનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલ આ નિર્ણાયક મેચમાં પાંચ રાઉન્ડ રમાયા જેમાં મેરીકોમે દરેક રાઉન્ડમાં લીડ મેળવી દેશના નામે એક વધુ ગોલ્ડ મેડલ જીત્યો છે.


કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮માં આવતીકાલે કુલ ૧૬ ગોલ્ડ મેડલ દાવ પર લાગશે, જેમાંથી છ ગોલ્ડ મેડલ જીતવા માટે ભારતીય બોક્સરો સ્પર્ધામાં ઉતરશે. આજે મેન્સ બોક્સિંગના કુલ આઠ મુકાબલામાં ભારતીય બોક્સરો રિંગમાં ઉતર્યા હતા, અને તેમાંથી પાંચ ફાઈનલમાં પ્રવેશ્યા હતા. જ્યારે ત્રણને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.
ભારતે ચાર મહિલા બોક્સરોને કોમનવેલ્થ ગેમ્સમા ભાગ લેવા માટે મોકલી હતી, જેમાંથી એકમાત્ર મેરી કોમ ૪૮ કિગ્રા વજનવર્ગની ફાઈનલમાં પ્રવેશી છે અને આવતીકાલે ગોલ્ડ મેડલ માટે નાઈજિરીયાની ક્રિસ્ટીના ઓ’હારા સામે ટકરાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.