Abtak Media Google News

જિલ્લા શૈક્ષણીક સંઘ દ્વારા DEOને વિવિધ પડતર પ્રશ્ર્ને મૌખિક રજૂઆત કરાઈ

કરણસિંંહજી હાઈસ્કૂલ રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક મળી હતી , જેમાં શહેર જિલ્લાની શાળાઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા થઇ હતી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જે કર્મચારી જાણી જોઈને શાળાઓના પ્રશ્નો ટલ્લે ચડાવતા હોય , તેઓની ફરિયાદ તકેદારી આયોગમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું , બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારીને રૂબરૂ મળી લેખિત આવેદન તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ જાતના કામ સમયસર થતાં નથી , ટેબલ કારકુન આવેલી રજૂઆત આગળ વધારવાન બદલે દબાવી રાખે છે ,

વિલંબથી પણ રજૂઆત આગળ મોકલે તો ઓફિસ સુપ્રિટેન્ડન્ટ દબાવી રાખે છે , જ્યારે સ્થળ તપાસ કરી અભિપ્રાય આપવાનો હોય ત્યારે શિક્ષણ નિરીક્ષકો મોટા ભાગે સ્થળ તપાસ કર્યા વગર કે શાળા તરફથી આવેલ રજૂઆત ધ્યાને લીધા વગર એકતરફી નકારાત્મક અભિપ્રાયો આપે છે .

આમ ઘણા સમયથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી રાજકોટનો વહીવટ ખાડે ગયેલ હોય , તેમજ સરકારીએ નિયત કરેલ સમય મર્યાદામાં કામો થતાં ન હોય , આ બધી રજૂઆતના પ્રત્યુતરમાં જિલ્લા શિક્ષણાધિકારી બી . એસ . કૈલાએ હકારાત્મક અભિગમ રાખી જણાવ્યુ હતું કે દર મહિનાના છેલ્લા ગુરુવારે સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવશે , સરકાર  નક્કી કરેલ નિયત સમય મર્યાદામાં દરેક કામ કરવામાં આવ્યું .

સરકાર  દ્વારા નક્કી કરવામાં આવેલ દરેક કામની સમય મર્યાદા જાહેર જનતા વાંચી શકે તેનું બોર્ડ પણ કચેરીમાં મૂકવામાં આવશે , એકંદરે જિલ્લા શિક્ષણાધિકારીનો અભિગમ હકારાત્મક રહેલ હોય , આ બેઠકમાં સંચાલક મંડળના ડો . પ્રિયવદન કોરાટ , દિનેશ ભુવા , એન . ડી . જાડેજા , દર્શિત જાની આચાર્ય સંઘના વિનોદ ગજેરા , કિશોર દવે , સુનિલ બરોચિયા , હિતેશ નારિયા , ઉચ્ચ માધ્યમિક શિક્ષકના દિપક નથવાણી , ડો . લીલા કડછા , માધ્યમિક શિક્ષકના હિતેશ કનેરિયા , કૌશિક રાવલ વ્યાયામ શિક્ષક સંઘના ભરતસિંહ પરમાર તેમજ વહીવટીના જયેશ દુધાત્રા સહિત શહેર જિલ્લાના શૈક્ષણિક આગેવાનો તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઈન્સ્પેકટર   બડમલિયા અને ધંધુકિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.