સ્માર્ટફોનથી ડફોળ વેળા વધે છે

સ્માર્ટફોનના કારણે આધારિતતા વધી

 

અબતક, રાજકોટ

આજકાલ લોકોમાં સ્માર્ટફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે અને તે આજે આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે.  જોકે, સ્માર્ટફોનની સૌથી વધુ વિપરીત અસર બાળકો પર થાય છે.  શરૂઆતમાં, બાળકો માટે આ એક મહત્વપૂર્ણ સાધન હતું કારણ કે તે બાળકો માટે હોમવર્ક અને શાળા પછીની આનંદની પ્રવૃત્તિઓ કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન હતું.  પરંતુ હવે તેની વિપરીત અસર પણ જોવા મળી રહી છે.  સ્માર્ટફોન આજે બાળકો માટે તણાવ અને ચિંતાનું કારણ બની રહ્યો છે. સાથે સાથે માતા પિતાનો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ બાળક સાથેના સંબંધો માં વિલનની ભૂમિકા ભજવે છે. બાળકો સાથે વિતાવેલો ’ક્વોલિટી ટાઈમ’ પણ ખરાબ થઈ રહ્યો છે કારણ કે ઘણા માતા-પિતા હજુ પણ બાળકો સાથે સમય પસાર કરતી વખતે ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે.બહાર ફરવા જતી વખતે પણ માતા પિતાના હાથમાં સતત મોબા ઈલ હોય અને બાળક માટે સમય ન હોવાનું દ્રશ્ય નજરે જોવા મળતું હોય છે.આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ અને અધ્યાપક ડો.ધારા આર. દોશી દ્વારા 1233 લોકો પર સર્વે કરવામાં આવ્યો જેના તારણો નીચે મુજબના મળ્યા.

98.4 ટકા લોકોના મતે સ્માર્ટફોન ના સતત ઉપયોગથી ઘરમાં પુસ્તકો વાંચવાના કાર્યમાં ઘટાડો જોવા મળે છે

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ અને અધ્યાપક ડો.ધારા આર. દોશી દ્વારા 1233 લોકો પર સર્વે કરાયો

સ્માર્ટફોનની અસરો વિશે મંતવ્યો આપતા જણાવ્યું કે બાળકોમાં સામાજિક જ્ઞાનનો અભાવ જોવા મળી રહ્યો છે, બાળકોની તર્ક શક્તિ, યાદ શક્તિ નબળી થતી જાય છે,પ્રત્યાયન ઓછું થતું જાય છે અને સ્વભાવ ચીડિયો બનતો જાય છે, દોષ માતા પિતાનો છે કે નાના બાળકોને મોબાઈલ હાથમાં આપી દે છે, આક્રમકતા વધતી જાય છે, માતા પિતા અને બાળકો વચ્ચે સંવાદ ઘટતો જાય છે, બાળકો નાની ઉંમરે શારીરિક આકર્ષણ અનુભવે છે જે સ્માર્ટફોનની દેન છે.

અમુક માતાપિતાએ સ્વીકાર્યું કે બાળકો તેમના સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે આક્રમકતાના સંકેતો દર્શાવે છે.  આ સાથે બાળકોમાં સ્વીકાર્ય નૈતિક અને સામાજિક વ્યવહારનો પણ અભાવ જોવા મળે છે. વિરોધી વર્તન બાળકમાં જોવા મળી રહ્યું હોય છે. માતા પિતાએ સ્વીકાર્યું કે સ્માર્ટફોન તેમની ઉત્પાદકતા વધારવામાં અને તેમના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.  જો કે, સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ વ્યસનનું કારણ બની રહ્યો છે અને તેમના બાળકો સાથેનો સંબંધ બગાડી રહ્યો છે.

91.8% લોકો સ્વીકારે છે કે સ્માર્ટફોન ના ઉપયોગથી માતા પિતા અને બાળકો વચ્ચેનું અંતર વધતું જાય છે.

95.1% લોકોએ સ્વીકાર્યું કે માતા પિતાની વધુ.પડતી મોબાઈલ વાપરવાની આદત બાળકોમાં પણ વિકસે છે

93.4% લોકો સ્વીકારે છે કે ગર્ભવતી સ્ત્રીઓનો વધુ પડતો મોબાઈલનો ઉપયોગ ગર્ભમાં રહેલ બાળક પર નિષેધક અસર કરે છે

98.4% એ સ્વીકાર્યું કે સ્માર્ટફોન ના સતત ઉપયોગથી ઘરમાં પુસ્તકો વાંચવાના કાર્યમાં ઘટાડો જોવા મળે છે

93.4% જણાવે છે કે સ્માર્ટફોનના કારણ વગરના ઉપયોગને કારણે માતા પિતા અને બાળકો વચ્ચેનો સંવાદ ઘટી રહ્યો છે

91.8%એ સ્વીકાર્યું કે સ્માર્ટફોનના કારણ વગરના ઉપયોગથી ધ્યાન બીજી જગ્યાએ ભટકતું જોવા મળી રહ્યું છે

96.7% એ સ્વીકાર્યું કે સ્માર્ટફોનનો કારણ વગરનો ઉપયોગ સંબધો માં એક અંતર લાવે છે

96.7% એ જણાવ્યું કે મોબાઈલ માં વ્યસ્ત રહેતી વખતે ઘણી વખત માતા પિતા બાળકોને ઉડાઉ જવાબ આપે છે

82% સ્વીકારે છે કે મોબાઈલ વિશે સઘળી જાણકારી ધરાવનાર જ બાળક સ્માર્ટ ગણાય એ જરૂરી નથી