Abtak Media Google News

અલગ અલગ આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોને ડોગ બાઈટના કેસમાં 26140 રસીના ડોઝ અપાયા

અબતક – રાજકોટ

સ્વાન ખસીકરણ અને રસીકરણ પાછળ કોર્પોરેશન વર્ષે-દહાડે કરોડો રૂપિયાના આંધણ કરે છે. છતાં શહેરમાં ડાઘીયા કુતરાઓનો ત્રાસ રતિભાર પણ ઓછો થવાનું નામ લેતો નથી. છેલ્લા 11 માસમાં 3716 લોકો સ્વાનની અડફેટે ચડી ગયા છે. હોવાની કબુલાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. ડોગ બાઈટનો શિકાર બનેલા લોકોને હડકવા વિરોધી 26140 રસીના ડોઝ આપવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે.

શાસક પક્ષના દંડક અને વોર્ડ નં.13ના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળાએ તાજેતરમાં આરોગ્ય શાખા પાસે શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ડોગ બાઈટના કેસ અંગેની વિગતો માંગી હતી. જેમાં આરોગ્ય શાખાએ કબુલાત કરી છે કે, 1 જાન્યુઆરીથી 25 નવેમ્બર સુધીના 11 માસના સમયગાળામાં શહેરમાં ડોગ બાઈટના 3716 કેસ નોંધાયા છે. સ્વાનની અડફેટે ચડેલા લોકોને હડકવા વિરોધી રસીના 26140 ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્ર વાઈઝ નોંધાયેલા ડોગ બાઈટના કેસ પર નજર કરવામાં આવે તો ભગવતીપરા આરોગ્ય કેન્દ્રમાં 89, સીવીડી આરોગ્ય કેન્દ્રમાં 76, આઈએમએ આરોગ્ય કેન્દ્રમાં 180, કબીરવન આરોગ્ય કેન્દ્રમાં 118, કોઠારીયા રોડ આરોગ્ય કેન્દ્રમાં 240, મોરબી રોડ આરોગ્ય કેન્દ્રમાં 96, પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રમાં 310, રામપાર્ક આરોગ્ય કેન્દ્રમાં 304, અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલીત આરોગ્ય કેન્દ્રમાં 78, હુડકો આરોગ્ય કેન્દ્રમાં 99, જંકશન પ્લોટમાં આરોગ્ય કેન્દ્રમાં 115, નારાયણ નગર આરોગ્ય કેન્દ્રમાં 157, ન્યુ રઘુવીરપરા આરોગ્ય કેન્દ્રમાં 74, રામનાથપરા આરોગ્ય કેન્દ્રમાં 46, સદર આરોગ્ય કેન્દ્રમાં 95, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્રમાં 196, મવડી આરોગ્ય કેન્દ્રમાં 322, નાના મવા આરોગ્ય કેન્દ્રમાં 727, નંદનવન આરોગ્ય કેન્દ્રમાં 315, શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં 256 અને વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં ડોગ બાઈટના 79 સહિત કુલ 3716 કેસ નોંધાયા છે. આરોગ્ય કેન્દ્રમાં ડોગ બાઈટના કેસનો ભોગ બનેલા લોકોને આપવામાં આવેલી હડકવા વિરોધી રસીના ડોઝ પર નજર કરવામાં આવે તો અનુક્રમે ભગવતીપરામાં 199, સીવીડીમાં 380, આઈએમએમાં 1160, કબીરવનમાં 1533, કોઠારીયામાં 854, મોરબી રોડ પર 900, પ્રણામી ચોકમાં 1490, રામપાર્કમાં 2225, અખીલ હિંદ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્રમાં 835, હુડકોમાં 1016, નારાયણનગરમાં 581, ન્યુ રઘુવીરમાં 995, રામનાથપરામાં 510, સદરમાં 515, આંબેડકરનગરમાં 1039, મવડીમાં 2200, નાના મવામાં 2725, નંદનવનમાં 3535, શ્યામનગરમાં 898 અને વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં 925 સહિત કુલ હડકવા વિરોધી રસીના 26140 ડોઝ આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રીલ 2020થી માર્ચ 2021 સુધીમાં એક વર્ષના સમયગાળામાં શહેરમાં ડોગ બાઈટના 3899 કેસ નોંધાયા હતા અને લોકોને 25721 ડોઝ આપવામાં આવ્યા છે. હાલ મહાપાલિકા પાસે હડકવા વિરોધ રસીના 17218 ડોઝ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.