દાહોદ:-જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આજરોજ ઘાંચીવાડ આંગણવાડી કેન્દ્ર ઉપર અન્નપ્રાશન અને બાળદિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળ ઘડતર સાથે આંગણવાડીમાં સગર્ભાબહેનો – ધાત્રીમાતાઓ સાથે સુપોષણ સંવાદ,બાળ તુલા બાળકો અને કિશોરીઓના પોષણસ્તર અંગે માતા પિતા સાથે પરામર્શ, અન્નપ્રાશન તેમજ અન્ન્ વિતરણ અને પૂર્ણા દિવસની ઉજવણી મંગળવારે કરવામાં આવે છે અને સાથોસાથ દર મહિનાના નિયત કરેલ દિવસે આરોગ્ય કાર્યકરના સંકલનમાં રહી મમતા દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે.
જેમાં બાળકોને આપવાની રસીઓ તેમજ સગર્ભાવસ્થા દરમિયાન આપવાની જરૂરી રસીઓ આપવામાં આવે છે અને વજન તેમજ ઉંચાઈ દ્વારા થયેલા વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવે છે. 6 માસ પૂર્ણ થયેલા બાળકોને ઉપરી આહારની શરૂઆત કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આંગણવાડીના લાભાર્થી માતાઓની હાજરીમાં આંગણવાડી કેન્દ્ર પર અન્નપ્રાશન કરાવ્યું હતું.
આંગણવાડી કાર્યકર બહેન દ્વારા નાના ભૂલકાઓને ડીગ ડીગ ચાલે સસલા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને આંગણવાડી ખાતે આવતી નાની દીકરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંગણવાડી બહેન હિરલભટ્ટ તેડાઘર બહેન સહિત માતાઓ કિશોરીઓ હાજર રહ્યા હતા.