Abtak Media Google News

જિલ્લામાં ફરજ પર મોડા આવતા, ગેરહાજર રહેતા અને મંગાયેલી વિગત પુરી ન પાડતા કર્મચારીઓ ઉપર અનોખી તવાઈ

દાહોદ જિલ્લા કલેકટરે આજે ગાંધી જયંતિ નિમિતે અનોખી પ્રેરણાદાયી પહેલ કરી છે. તેઓએ કામ ચોરી કરતા કર્મચારીઓને પર્યાવરરને લાભ થાય તે પ્રકારે સજાઓ ફટકારવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવેથી જિલ્લામાં ફરજ પર મોડા આવતા, ગેરહાજર રહેતા અને મંગાયેલી વિગત સમયસર પૂરી ન પાડતા કર્મચારીઓને ૧૦-૧૦ વૃક્ષ વાવવાની સજા ફટકારવામાં આવનાર છે.

હાલ વૃક્ષોનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. જેના કારણે પર્યાવરણની સાયકલ ડિસ્ટર્બ થતી જોવા મળે છે. હાલ ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે આ સમસ્યાનાં સમાધાન માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પ્લાસ્ટીકનો ઉપયોગ શકય તેટલા પ્રમાણમાં ઘટાડવો જરૂરી છે. આ મુદાને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લાનાં કલેકટર વિજય ખરાડીએ આજે ગાંધી જયંતિ નિમિતે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. કલેકટરે એલાન કર્યું છે કે જે કર્મચારી ફરજ ઉપર મોડા આવશે, ગેરહાજર રહેશે કે માંગેલી વિગતો પુરી નહી પાડે અથવા અન્ય કોઈ કામ ચોરી કરશે તો તો તે કર્મચારીને ૧૦ વૃક્ષ વાવવાની સજા આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે દહોદ જિલ્લા કલેકટરની આ પ્રેરણાદાયી પહેલથી કર્મચારીઓની ફરજ પ્રત્યેની બેદરકારીથી પણ પર્યાવરણને ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.